ગામના ખેડૂતોએ આગાઉ તળાવ ભરવા અંગે ચુંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી..
આસપુર ગામનુ તળાવ ભરવાને લઈને આખરે અધિકારીઓએ ખેડૂતોને મનાવ્યા...
ચુંટણી પુરી થતાં તળાવમાં પાણી ભરવામા આવશે..અધિકારીઓનુ હૈયા ધારણ...
વિરપુર તાલુકાના આસપુર ગામનુ તળાવ ભરવાને લઈને ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો હતો અંતે તળાવ પાણીથી ન ભરતા ગામના ખેડૂતોએ આવનારી લોકસભાની ચુંટણીનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી જેને લઈને અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી આખરે ગ્રામજનો સાથે અધીકારીઓની બેઠક બાદ મામલો થાળે પડયો હતો અને મતદાન કરવા મનાવ્યા હતા, વિરપુર તાલુકાના આસપુર ગામે છેલ્લા કેટલાય વર્ષોથી ગામનું તળાવ પાણીથી ભરવાને લઈને અનેક રજૂઆતો કરવામાં આવી હતી પણ આ બાબતે સંબંધિત વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની રજુઆતને લઈને કામગીરી કરવામાં આવતી નહોતી ત્યારે ગામના ખેડૂતો દ્વારા અગાઉ લોકસભાની ચુંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી બાદમાં તંત્ર દોડતું થયું હતું ત્યારે ગતરોજ આસપુર ગામે અધિકારીઓએ ધામા નાખ્યા હતા ત્રણ કલાક સુધી ચાલેલી બેઠકમાં સિંચાઇ વિભાગ,નાયબ કલેકટર, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચુંટણી અધિકારી સહિતના અધિકારીઓ દ્વારા ગ્રામજનો ચુંટણી બાદ તળાવમાં પાણી ભરવા માટે ખાતરી આપી હતી
અંતે ગ્રામજનોને મતદાન કરવા માની ગયા હતા..
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર