વઢવાણ તાલુકાના રામપરા ગામના ઘનશ્યામ ચોકના રહીશ હંસાબેન જયેશભાઇ ચાવડાએ સુરેન્દ્રનગરના શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સના પ્રોપરાઇટર નયનભાઇ મહેન્દ્રભાઇ ખોખરા પાસેથી 13.25 લાખની લોન લીધી હતી. જેના નિયમિત હપ્તા ન ચૂકવતા હંસાબેને ચેક લખી આપ્યો હતો. જે ફંડ ઈનસફિશિયન્ટના શેરા સાથે પરત આવ્યો હતો. આથી વકીલ પી.બી મકવાણા મારફત હંસાબેન સામે કોર્ટમાં કેસ કર્યો હતો.જે સુરેન્દ્રનગર કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષે વકીલે દલીલ સહિત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. બન્ને પક્ષોને સાંભળ્યા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ એડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વ્યાસ ધવલકુમાર રમેશચંદ્રએ આરોપી હંસાબેનને 2 વર્ષની માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.