ડીસાની એક ખાનગી હોટલમાં ખાનગી રીતે ગૃહરાજ્ય મંત્રી અને ગુજરાત ભાજપના પ્રભારીએ ક્ષત્રિય આગેવાનો સાથે અગત્યની બેઠક યોજી હતી અને બંધ બારણે ક્ષત્રિય આગેવાનોને સમજાવી ભાજપના જાહેર કાર્યક્રમોમાં લાવવાના પ્રયાસો કર્યા હતા.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ગુજરાતમાં રૂપાલાના નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે અને ભાજપ સામે બાયો ચડાવતા હવે આ રોષને શાંત પાડવા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાષ્ટીય ભાજપના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી રત્નાકરજીને જવાબદારી સોંપાયા બાદ આજે ડીસા ખાતે બન્ને નેતાઓ સાથે અન્ય પ્રદેશના બે નેતાઓ ડીસા-પાલનપુર હાઈવે પર આવેલી ખાનગી હોટલમાં પહોંચ્યા હતા.

જ્યાં બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બંધ બારણે બેઠક કરી હતી. જેમાં બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ, પાટણના સાંસદ ભરતસિંહ ડાભી, ડીસા, પાલનપુર, રાધનપુરના ધારાસભ્યો, ડીસા તાલુકા ભાજપ પ્રમુખ સહિત ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ખૂબ જ ખાનગી રીતે યોજાયેલી બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનોને ભાજપના કાર્યક્રમમાં સ્ટેજ પર આવવા અને ક્ષત્રિય સમાજના રોષને શાંત પાડવા સમજાવ્યા હતા. સાથે સાથે ભાજપને ક્ષત્રિય સમાજથી ક્યાંય નુકશાન ન થાય તે માટે આગેવાનોને સમાજના લોકોને સમજાવવા માટેની જવાબદારી પણ સોંપવામાં આવી હતી.