જો શક્તિ કા સન્માન નહીં કરતે ઉનકો સનાતન ઓર સમાજ સ્વીકાર નહીં કરતા : અલકાબેન ગજ્જર

ડીસામાં ભાજપનું વિશાળ મહિલા સંમેલન યોજાયું

લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત દેશનું સુકાન સોંપવા માટે થઈને આજે ડીસામાં મહિલા સંમેલન યોજાયું હતું. જેમાં ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષે વિપક્ષ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, જો શક્તિ કા સન્માન નહીં કરતે હૈ ઊનકો સનાતન ઓર સમાજ કભી ભી સ્વીકાર નહીં કર શકતા.

ડીસાના રાજશ્રી કોલ્ડ સ્ટોરેજ ખાતે બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ડૉ. રેખાબેન ચૌધરીને વિજયી બનાવવા માટે ભાજપ દ્વારા મહિલા સંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં મહિલા ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય મંત્રી અલકાબેન ગજ્જરે ઉપસ્થિત રહી વડાપ્રધાન મોદીએ મહિલાઓ માટે, મહિલા સશક્તિકરણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી મહિલાઓને સામાજિક ઉત્થાન અપાવવામાં ખૂબ જ મોટો ફાળો આપ્યો છે તેમ જણાવી તેઓને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા બનાસકાંઠા જિલ્લામાંથી ભાજપનું કમળ ખીલાવવા અપીલ કરી હતી. જ્યારે વિપક્ષ પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે, જો શક્તિ કા સન્માન નહીં કરતે, શક્તિ કા અપમાન કરતે હૈ ઉનકો સનાતન ઓર સમાજ કભી ભી સ્વીકાર નહીં કરતા.જ્યારે ભાજપના ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ ડૉ. દીપિકાબેન સરડવાએ મતદાનના દિવસે મહિલાઓને સૌ પ્રથમ મતદાન કરવા જણાવ્યું હતું. જ્યારે બનાસકાંઠા જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભીખીબેન વોરાએ બનાસકાંઠા લોકસભાની સીટ જીતાડવા મહિલાઓ ખૂબ જ મહેનત કરી રહી હોવાનું જણાવી આ બેઠક પાંચ લાખથી વધુ મતે મહિલાઓ જીતાડશે તેવું આશ્વાસન આપ્યું હતું.મહિલા સંમેલનમાં પ્રદેશ ઉપાધ્યક્ષ અને ઉત્તર ઝોનના પ્રભારી અરુણાબેન ચૌધરી, ગુજરાત પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ, ભાજપના જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેસા,મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે, ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશભાઇ દેલવાડીયા તેમજ સહ ઈનચાર્જ આશાબેન પટેલ, અવનીબેન આલ, જિલ્લાના મહિલા મોરચાના પ્રભારી ઉષાબેન તથા જિલ્લા મહિલા મોરચાના ઉપપ્રમુખ પૂજાબેન ઠક્કર,જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી કોકીલાબેન પ્રજાપતિ, બેલાબેન મેવાડા સહિત મોટી સંખ્યામાં મહિલાઓ સાથે મીડિયા સેલ ઇન્ચાર્જ કાંતિલાલ લોધા સહિત પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા