ભારત દેશમાં એરટેલ પણ 5G મોબાઇલ સેવાઓ શરૂ કરવા માટે તૈયાર છે. એરટેલ ઓગસ્ટ મહિનામાં જ 5G સેવાઓ શરૂ કરવાની છે અને કંપનીનું કહેવું છે કે માર્ચ 2024 સુધીમાં, ભારતી એરટેલ દેશના તમામ શહેરો અને મુખ્ય ગ્રામીણ વિસ્તારોમાં 5G મોબાઇલ સેવા શરૂ કરશે.

એરટેલના MD CEO ગોપાલ વિટ્ટલે કહ્યું છે કે એરટેલ ઓગસ્ટમાં જ 5G સેવાઓ શરૂ કરવા જઈ રહી છે અને માર્ચ 2024 સુધીમાં દેશના મોટા શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં 5G સેવાઓ શરૂ કરશે. તેમણે કહ્યું કે દેશના 5,000 શહેરો માટે રોલઆઉટ પ્લાન તૈયાર છે. અને આ ઈતિહાસનો સૌથી મોટો રોલઆઉટ સાબિત થશે. આ પહેલા પણ તેણે કહ્યું છે કે એરટેલ તેના ગ્રાહકોને શ્રેષ્ઠ 5G કનેક્ટિવિટી આપવા માટે વિશ્વના શ્રેષ્ઠ ટેક્નોલોજી ભાગીદારો સાથે મળીને કામ કરશે.

તમને જણાવી દઈએ કે 5G સ્પેક્ટ્રમ ઓક્શનમાં તમામ 22 ટેલિકોમ સર્કલ માટે બોલી લગાવનાર રિલાયન્સ જિયો 15 ઓગસ્ટ, 2022ના રોજ તેની 5G મોબાઈલ સેવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ આ અંગે સંકેત પણ આપ્યા છે.

સાત દિવસની 5જી સ્પેક્ટ્રમની હરાજીમાં કુલ ચાર ટેલિકોમ કંપનીઓએ રૂ. 1,50,173 કરોડના સ્પેક્ટ્રમ માટે બિડ કરી છે. જેમાં એકલા રિલાયન્સ જિયોનો હિસ્સો 59 ટકાની નજીક છે. રિલાયન્સ જિયોએ રૂ. 88,078 કરોડના 5જી સ્પેક્ટ્રમ માટે બિડ કરી છે.રિલાયન્સ જિયો પછી ભારતી એરટેલે સૌથી વધુ સ્પેક્ટ્રમ માટે બિડ કરી છે.