ધાનેરા માં ટેકાના ભાવે રાયડાનું વેચાણ કરતાં ખેડૂતો માટે ઠંડા પાણી, કેન્ટિન અને છાયડાની નથી વ્યવસ્થા..

કાળઝાળ ગરમી માં ખેડૂતો લાઇનમાં ઊભા રહેવા મજબૂર..

200 ખેડૂતો સવાર થી ટ્રેકટરો ની ટ્રોલીમાં રાયડાની બોરી ભરી લાઇનમાં લાગે છે..

કાળઝાળ ગરમીમાં ખેડૂતો ટેકાના ભાવે રાયડાનું વેચાણ કરવા માટે ધાનેરા માં સામરવાડા ગામ નજીક ગોડાઉનમાં આવી રહ્યા છે, પરંતુ ત્યાં ઠંડા પાણી, કેન્ટિન તેમજ છાયડાની વ્યવસ્થા થાય તેવી ખેડૂતોની માંગ કરી રહ્યા છે..

ધાનેરા તાલુકાના સામરવાડા ગામ નજીક આવેલ ગોડાઉનમાં ટેકાના ભાવે રાયડાની ખરીદી માટે બે કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે, દિવસ દરમિયાન 200 જેટલા ખેડૂતો વહેલી સવાર થી ટ્રેકટરો ની ટ્રોલીમાં રાયડાની બોરી ભરી લાઇન માં લાગી જાય છે, સવારે નંબર આવે એ તો ઠીક છે પણ બપોર નાં સમયે લાઇન માં ઉભા રહી ટ્રેકટરો ને આગળ કરવા ખેડૂતો માટે મુશ્કેલી વેઠી છે..

કારણ કે આગ વરસાવતી ગરમીના કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે, તો બીજી તરફ મજૂરો પણ તડકામાં રાયડાની બોરીનું વજન કરી રહ્યા છે, ત્યારે ખરીદ કેન્દ્ર પર છાયડાની વ્યવસ્થાની સાથે ઠંડા પાણી અને ખાણી પીણી ચીજવસ્તુઓ માટે કેન્ટિન ની વ્યવસ્થા કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે..

ખરીદ કેન્દ્ર પર ખેડૂતો માટે પીવાના પાણી માટે ટેન્કર મૂકવામાં આવ્યું છે, પરંતુ પાણી ગરમ થઈ જાય છે, તો બીજી તરફ ખેડૂતોનો નંબર આવે ત્યાં સુધી તેમને વૃક્ષ નીચે કે પછી પોતાના માલના રક્ષણ માટે ટ્રેક્ટર માં બેસી રહેવું પડે છે..