લોકસભા ચૂંટણી-૨૦૨૪ની નામાંકનની પ્રક્રિયા પૂર્ણ ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )
દાહોદ ૧૯-દાહોદ સંસદીય મતદાર વિભાગ માટે ઉમેદવારી પત્રો રજુ થયેલ છે. જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા મળેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર દ્વારા ૦૭ , ઇન્ડીયન નેશનલ કોંગ્રેસ પાર્ટી દ્વારા- ૦૬ ,અપક્ષ ઉમેદવાર દ્વારા-૦૪, બહુજન સમાજ પાર્ટી દ્વારા -૦૨, સાથ સહકાર વિકાસ પાર્ટી ઉમેદવાર દ્વારા ૦૧, ભારતીય નેશનલ જનતા દળ પાર્ટી ૦૧ , ભારત આદિવાસી પાર્ટી ઉમેદવાર દ્વારા ૦૧, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસીસ્ટ) દ્વારા ૦૧, ઉમેદવારી પત્ર ભરી જમા કરવામાં આવ્યા છે. આમ, ૧૯ –દાહોદ સંસદીય મતદાર વિભાગ માટે કુલ-૨૩ નામાંકન રજુ કરાયા છે.
નોંધનિય છે કે, ગુજરાત રાજ્યમાં આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪ની ઉમેદવારી નોંધાવવાની શરૂઆત ગત તા.૧૨-૦૪-૨૦૨૪ થી થઇ હતી જેનો આજે અંતિમ દિવસ હતો. ૧૯-દાહોદ સંસદીય મતદાર વિભાગ માટે તા.૧૨ એપ્રિલ થી લઇ ૧૯મી એપ્રિલ સુધીના નામાંકનની પ્રક્રિયા દરમિયાન કુલ-૨૩ નામાંકન રજુ કરાયા છે.
નોંધનિય છે કે, ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૨૦/૦૪/૨૦૨૪ના રોજ સવારના ૧૧.૦૦ વાગ્યાથી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ની કચેરી ખાતે હાથ ધરવામાં આવશે અને તા.૨૨/૦૪/૨૦૨૪ના બપોરના ૩.૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચી શકાશે. એટલે કે આગામી તારીખ ૨૨ એપ્રિલના સાંજે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે.