કાલોલ ની આર. ઈ.એમ હાઇસ્કુલ ખાતે 18 પંચમહાલ લોકસભાના ઉમેદવાર રાજપાલસિંહ જાદવનો વિજય ટંકાર સમારંભ પંચમહાલ લોકસભા પ્રભારી ભરતભાઈ ડાંગર ની ઉપસ્થિતિમાં યોજાયો જેમાં જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, લોકસભા ના સંયોજક ડૉક્ટર યોગેશ પંડ્યા તેમજ જિલ્લા ઉપાધ્યક્ષ જીગ્નેશભાઈ પાઠક કાલોલ તાલુકા ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ તેમજ મહામંત્રી કિરણસિહ તેમજ એપીએમસીના ધર્મેન્દ્રસિહ તેમજ માજી પ્રમુખ ગિરવતસિંહ, વિધાનસભાના પ્રભારી કાંતિભાઈ, કૈલાશબેન, કમળાબેન, મહીલા બાળ વિકાસ ચેરમેન હીરાબેન, રશમિકબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સવિતાબેન રાઠવા,શહેર પ્રમુખ ગૌરાંગ દરજી, કાલોલ નગર પાલિકા ના માજી કોર્પોરેટરો, મહીલા આગેવાનો અને કાર્યકરો ની હાજરીમા કાર્યક્રમને સંબોધતા કાલોલના ધારાસભ્યો ખાતેથી ચૌહાણ દ્વારા દરેક કાર્યકરને પોતાની નૈતિક જવાબદારી સમજી 10 વ્યક્તિઓને મતદાન કરાવવા અપીલ કરી હતી તેમજ 127 કાલોલ વિધાનસભામાંથી ભાજપના રાજપાલસિંહ ને પોણા બે લાખ મત ની જંગી સરસાઇ અપાવવા અપીલ કરી હતી. પંચમહાલ બેઠકના પ્રભારી ભરત ડાંગર જણાવેલ કે આ વિજય ટંકાર મહોત્સવ ને જોતા એવું લાગે છે રાજપાલ સિંહ જાદવ જાણે ચુંટણી જીતી ને આવ્યા હોય તે રીતે તેમનુ સ્વાગત કરવામાં આવ્યુ છે તેજ દર્શાવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ કામો અને જનકલ્યાણ ની યોજનાઓ ને કારણે સરકારના કામો જનજન સુઘી પહોંચ્યા છે તેને કારણે ભાજપ ના કાર્યકરો સાથે જન સમુદાય એક સુરે કહી રહ્યા છે અબકી બાર ૪૦૦ પાર કાલોલ તાલુકાના વતની અને લોકસભાની પંચમહાલ બેઠકના ઉમેદવાર રાજપાલસિંહે પોતાના પ્રવચનમાં જણાવ્યું કે ઘણા લોકો કહે છે કે કાલોલમાં કેમ આવતા નથી ત્યારે કાલોલ મારુ ઘર છે,મારા ઘરનો પ્રસંગ હોય ત્યારે મારે નિશ્ચિત રહેવાનું હોય છે કારણ કે ઘરના લોકોએ પોતાની જવાબદારી ઉઠાવી લીધી છે અને જવાબદારી તો તમારી બધાની છે. ત્યારે એક પણ મતદાર મતદાન કર્યા વગર ન રહી જાય, વડાપ્રધાન સામાન્ય માણસ ના આરોગ્ય ની ચીંતા કરતા હોય અને દસ લાખ નુ સુરક્ષા કવચ આપણને આપતા હોય ત્યારે આપણી ફરજ છે કે આપણે તેઓના હાથ મજબૂત કરીએ તેઓએ સરકારની વિવિધ યોજનાઓનો નો ઉલ્લેખ કરી અયોધ્યા ના નવા મંદીર અને પાવાગઢ ના નવા મંદીર નો પણ દાખલો આપી સનાતન ધર્મ ના રક્ષક નરેદ્ર મોદી એ વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું હોવાનુ જણાવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mahindra 5-Door Thar टेस्टिंग के दौरान आई नजर, जानें 3-डोर थार से कितनी होगी अलग
कंपनी भी अपने स्टाइल को और दमदार बनाने के लिए एसयूवी फाइव डोर वर्जन पर काम कर रही है।महिंद्रा थार...
শাওণৰ দ্বিতীয় সোমবাৰত ছিপাঝাৰৰ ঐতিহাসিক ধলপুৰ শিৱধামত ভক্তৰ ভিৰ
ঐতিহাসিক ধলপুৰ পাহাৰৰ শিৱধামত ভক্তৰ ভিৰ। ব'ল ব'মৰ পৰম্পৰা ৰক্ষা কৰি শাওণৰ প্ৰথম দিনটোৰ পৰাই সোঁত...
Breaking News: Telangana सरकार ने इवेंट के ऑर्गनाइजर्स को भेजा नोटिस | Diljit Dosanjh | Aaj Tak
Breaking News: Telangana सरकार ने इवेंट के ऑर्गनाइजर्स को भेजा नोटिस | Diljit Dosanjh | Aaj Tak
Gurmeet Chadha’s Multibagger Stock Picks |10 के दमदार Trades में जानें आज कौन से Stocks भरेंगे दम?
Gurmeet Chadha’s Multibagger Stock Picks |10 के दमदार Trades में जानें आज कौन से Stocks...
બનાસકાંઠા સહિત રાજ્યમાં 2 થી 5 ઓગષ્ટ સુધી ભારે થી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી
બનાસકાંઠા સહિત રાજ્યમાં 2 થી 5 ઓગષ્ટ સુધી ભારે થી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી