વિરપુર બસ સ્ટેન્ડ સામેના વિસ્તારમાં આડેધડ પાર્કિંગ કરનારા વાહનચાલકો બેફીકર બન્યા છે ત્યારે વિરપુર બસ સ્ટેન્ડથી જનતા સીનેમા સુધીના માર્ગ પર દુકાનોની બહાર લોકો ગમે તેમ વાહનો પાર્ક કરી રહ્યા છે જેના કારણે ટ્રાફિકજામની સમસ્યા વકરી છે વિરપુરની અંબીકા સોસાયટીથી વીરાજી સર્કલ સુધી રોડ વિભાગ દ્વારા લાખો રૂપિયા ખર્ચીને રાહદારીઓ માટે ફૂટપાથ બનાવવામાં આવ્યો છે જે ફૂટપાથ પર વેપારીઓ દ્વારા ફૂટપાથ ઉપર વેચાણ માટેનો સામાન મુકીને દબાણ કરવામાં આવી રહ્યા છે ઉપરાંત દુકાનોની સામે પણ આડેધડ બાઈકો પાર્કિંગ કરવામાં આવતી હોય છે જેને લઈને ટ્રાફિક સમસ્યા દિવસે દિવસે વકરતી જાય છે ઉપરાંત વિરપુર બસ સ્ટેન્ડ નવીનીકરણ કામ પ્રગતીમા છે જેના લીધે વિરપુર બસ સ્ટેન્ડમા અવર જવર કરવા માટે એક જ માર્ગ ચાલુ છે જે બસ સ્ટેન્ડમાથી બસો બહાર નિકળતી હોય છે તે દરમ્યાન આડેધડ કરેલ બાઈકો બસને વળાંક વાળવા દરમિયાન ભારે અડચણરૂપ બનતા હોય છે તે દરમ્યાન ભારે ટ્રાફિક જામ થઈ જાય છે ઉપરાંત વાહનચાલકો તેમજ બસ ડ્રાઈવર સાથે ઉગ્ર બોલાચાલી પણ થઇ જાવ છે આ માર્ગ પર અનેકવાર અકસ્માત પણ સર્જાય ચુક્યા છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી આ ટ્રાફિક સમસ્યાને હલ કરવા અગાઉ પણ રોડ વિભાગ દ્વારા ફૂટપાથ અને દબાણ ખાલી કરાવ્યા હતા બાદમાં અધિકારીઓ અને નેતાઓના છુપા આર્શીવાદથી ફૂટપાથ ફરી ધમધમી ઉઠ્યો છે ત્યારે લોકો દ્વારા આડેધડ પાર્કિંગ કરતા અને વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવા લોકોની માંગ ઉઠવા પામી છે...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર