લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ડીસા તાલુકાના માલગઢ ખાતે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી પધારી રહ્યા છે. તેમનું પ્રવચન સાંભળવા કોંગ્રેસના કાર્યકરો દ્વારા લોકોને પધારવા આહવાન કરાયું છે.
લોકસભા ચૂંટણી પર્વે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે હવે લોકસભા ચૂંટણીની પૂરજોશમાં તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ત્યારે ઠેર-ઠેર સભાઓ સંબોધી રહ્યા છે. ત્યારે અલગ-અલગ જગ્યાએ બેઠકો પણ યોજાઇ રહી છે. ત્યારે ડીસા તાલુકાના માલગઢના કુંપટ પાટીયા નજીક આવેલ પાર્વતી કોલ્ડ સ્ટોરેજ ખાતે તા. 08/04/2024 ને સોમવારે બપોરે 12-00 કલાકે રાજસ્થાનના લોકલાડીલા પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેલોત પધારી રહ્યા છે.
ત્યારે કોંગ્રેસના કાર્યકરો દ્વારા લોકોને પાર્વતી કોલ્ડ સ્ટોરેજ ખાતે પધારવા આહવાન કરાયું છે. ત્યારે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રીનું વિશેષ સન્માન કરાશે. ત્યારે લોકસભા ચૂંટણી પ્રસંગે સભા સંબોધશે. ત્યારે લોકો સભામાં વધુમાં વધુ પધારે કોંગ્રેસના કાર્યકરો દ્વારા અનુરોધ કરાયો છે.
આ અંગે ડીસા તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ નરેશભાઇ પરમાર (માળી) એ જણાવ્યું હતું કે, આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ત્યારે ડીસાના માલગઢ ખાતે રાજસ્થાનના કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી લોકસભા ચૂંટણી પર્વે સભા સંબોધવા પધારી રહ્યા છે. જેમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા લોકોને પધારવા આહવાન પણ કરાયું છે. વધુમાં વધુ લોકો ઉપસ્થિત રહે તેવી અપિલ પણ કરાઇ છે.