ડીસા માં કોંગ્રેસ આગેવાનો એ ગેનીબેન ઠાકોર ને જીતાડવા માટે કામે લાગી જવા તૈયારી દર્શાવી..
ડીસાની જાગૃતિ કોમ્પલેક્ષ ખાતે કોંગ્રેસ અનુસુચિત જાતિ વિભાગ ની કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં નવા હોદ્દેદારો ને જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા ના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરાયા હતા, તેમજ જય ભીમ ના નારા સાથે આગામી ચૂંટણીમાં કોંગ્રેસ ને વિજયી બનાવવા માટે આહવાન કર્યું હતું..
લોકસભા ની ચૂંટણી ને લઇ બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ થઈ રહ્યો છે, ત્યારે આજે ડીસા માં અનુસૂચિત જાતિ વિભાગ ની કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા ના હસ્તે નવનિયુક્ત સભ્યોને નિમણૂક પત્ર એનાયત કરાયા હતા..
ત્યાર બાદ તમામ સભ્યો અને ઉપસ્થિત આગેવાનો એ 'જય ભીમ'ના નારા લગાવ્યા હતા અને આગામી લોકસભા ની ચૂંટણીમાં કોંગ્રેસ ને વિજયી બનાવવા હાંકલ કરી હતી..
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા સહિત ભેમાભાઈ ચૌધરી, મહામંત્રી ભવાનજી ચંડીસરા, ડીસા શહેર પ્રમુખ મુકેશભાઇ સોલંકી, તાલુકા પ્રમુખ અજમલજી રાનેરા અનુસુચિત જાતિ ચેરમેન પ્રવિણભાઈ સહિત મોટીસંખ્યામાં અનુસુચિત જાતિના લોકો ઉપસ્થિત રહી ને ગામડે-ગામડે પહોંચી બનાસની બેન ગેનીબેન ઠાકોર ને જીતાડવા માટે કામે લાગી જવા માટે તૈયારી દર્શાવી હતી..