થરાદ તાલુકાના લુવાણા કળશ ગ્રામ પંચાયતના સરપંચ અને તેમના ભાઈનું માર્ગ અકસ્માતમાં નિધન થવાથી લુવાણા કળશ ગામ અને પંથક માં ગમગીન ફેલાઈ જવા પામેલ.લોકસેવા ને વરેલ ગૌ સેવાના કાર્યમાં સદાય કાર્યરત રહેતા લુવાણા કળશ ગામના સરપંચ ભાવાભાઈ લક્ષમણભાઈ પટેલ,અને તેમનભાઈ શંકર ભાઈ પટેલ આજ રોજ વહેલી સવારે પોતાના વાહનમાં પાંથાવાડા જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં અકસ્માત થતા બન્ને ભાઈઓના મોત નિપજવા પામેલ જેના સમાચારો વાયુવેગે પ્રસારિત થતા ગામ અને સમગ્ર પંથક માં ગમગીન છવાઈ જવા પામેલ.