દેશની વન સંપદા અને વૃક્ષોની સંખ્યામાં વધારો થાય તેવા ઉમદા હેતુથી સમગ્ર ગુજરાતમાં વન મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાનો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ વસેડી ખાતે આદિવાસી નિવાસી શાળામાં યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં જીવનસૃષ્ટિમાં વૃક્ષોના મહત્વ અંગે માહિતી અપાઈ હતી તેમજ મહાનુભાવો દ્વારા સરકાર અને વન વિભાગ દ્વારા વનોના સંરક્ષણ તેમજ વન વિસ્તારમાં વધારા માટે કરવામાં આવતી કામગીરી અંગે જામકારી અપાઈ હતી.  સાથે સાથે વન વિભાગની જુદી જુદી યોજના હેઠળ લાભાર્થીઓને લાભ આપવાની સાથે વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી બદલ વન અધિકારી અને કર્મચારીઓને સન્માનિત કરાયા હતા. વન મહોત્સવના કાર્યક્રમમાં આદિજાતિ વિભાગના રાજયકક્ષાના મંત્રી નિમિષાબેન સુથાર, સાંસદ ગીતાબેન રાઠવા, રાજ્ય સભા સાંસદ નારણભાઇ રાઠવા, ધારાસભ્ય અભેસિંહ તડવી, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સાથે પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા