બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઇ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઇ એમ.જે.ચૌધરી નાસતા ફરતા ટીમના ઈન્ચાર્જ એસ.એમ.પાંચીયા અને પીએસઆઇ પી.એન.જાડેજા, ના માર્ગદર્શન હેઠળ સ્ટાફના ઈન્દ્રજીતસિંહ,જામાભાઈ,મહંમદમુજીબ,નટવરભાઈ, સહિત ની ટીમ મંગળવારે ડીસા તાલુકાના
ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી બાતમીના આધારે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૧૧૨૦૬૦૪૩૨૩૦૫૬૧/૨૦૨૩ પ્રોહી કલમ- ૬૫(એઈ), ૮૧,૮૩ તથા ઈ.પી.કો કલમ-૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૪૭૩,૪૭૪ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી ભગવાનસિંહ જુગરનારસિંહ જાદવ રહે મુળ સમો મોટા તા ડીસા હાલ રહે લોરવાડા પ્લોટ વિસ્તાર તા ડીસા વાળાને સી.આર.પી.સી કલમ- ૪૧(૧)આઈ મુજબ લોરવાડા ખાતે થી ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે આરોપીને ભીલડી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે