ખંભાતના ત્રણ લીમડી વિસ્તારમાં 'રમઝાન ખીદમત કમિટી'ના યુવાઓ દ્વારા રોઝદારો માટે અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યું છે. 14 વર્ષથી અવિરત દૈનિક 2 હજાર રોઝદારોને ઇફ્તારી માટે ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. યુવાઓ દ્વારા પોતાના ખિસ્સામાંથી મહિનાના ₹1,000 ખીદમતમાં આપ્યા બાદ રમઝાન ખીદમત કમિટીની રચના કરી હતી. ત્યારબાદ 14 વર્ષથી અવિરત યુવાઓની કમિટી દ્વારા રોઝદારોને ઇફ્તારી માટે જુદી જુદી વાનગીઓ સહિત ભોજન પૂરું પાડવામાં આવે છે.જેમાં ખંભાત શહેરના તેમજ ટીંબા,નગરા જલ્લા, ઉંદેલ, કલમસર,પીપળોઇ, કંસારી, સજ સહિતના દુર ગ્રામ્ય વિસ્તારોના રોઝદારો પણ આ સેવાનો લાભ લઇ રહ્યા છે.
(સલમાન પઠાણ - ખંભાત)