મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એેચ.બી.વોરા સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાંથી જુગાર/દારૂની બદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ હતુ,
જે અન્વયે પો.ઇન્સશ્રી એ.એમ.દેસાઇ રાજુલા પો.સ્ટે.ની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના ટાઉન બીટ ઇન્ચાર્જ બી.એમ.વાળા તથા સર્વેલન્સ સ્કોડના બી.એસ.ચોવટીયા તથા હેઙ.કોન્સ મુકેશભાઇ પરશોતમભાઇ તથા પો.કોન્સ રોહિતભાઇ કાળુભાઇ તથા ઘનશ્યામભાઇ હસમુખભાઇ તથા પો.કોન્સ ભરતસિંહ લાખાભાઇ તથા લોકરક્ષક પરેશભાઇ મનુભાઇ નાઓએ રાજુલા રામજી મંદિર પાસે શેરીમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં હારજીતનો જુગાર રમતા ચાર પતા પ્રેમીઓને રોકડા રૂ.૧૭,૧૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં રાજુલા પો.સ્ટે.માં જુગારધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
*પકડાયેલ આરોપીઓની વિગત:*
(૧) અનિલભાઇ નાગજીભાઇ પાટડીયા ઉ.વ.૩૩ ધંધો.મજુરી રહે.જુની માંડરડી તા.રાજુલા
(૨) જયવીરભાઇ બદરૂભાઇ ધાખડા ઉ.વ.૨૧ ધંધો.ખેતી રહે.ઝાપોદર તા.રાજુલા
(૩) અશોકભાઇ અમરૂભાઇ ધાખડા ઉ.વ.૨૫ ધંધો.ખેતી રહે.વડ તા.રાજુલા
(૪) પ્રદિપભાઇ ઉદયભાઇ ધાખડા ઉ.વ.૨૦ ધંધો.ખેતી રહે.ઝાપોદર તા.રાજુલા
*પકડાયેલ મુદામાલની વિગત:*
રોકડા રૂ.૧૭,૧૦૦/- નો મુદ્દામાલ