ગુજરાત સરકાર દ્વારા ગરીબોને દર મહિને ફ્રીમાં ઘઉં ચોખા દાળ તેલનો મોરસ સહિતનો અનાજનો જથ્થો આપવામાં આવે છે ત્યારે આ વખતે ઘઉં ચોખા સહિતનું અનાજનો જથ્થો ડીસાના અનાજ ગોડાઉન દ્વારા તમામ દુકાનદારોને આપવામાં આવ્યો હતો જો કે મોરસનો જથ્થો આ વખતે મોડો આવતા ગોડાઉન દ્વારા 24 તારીખ સુધીમાં તમામ દુકાનદારોને આપી દેવામાં આવ્યો હતો પરંતુ ૯૦ ટકાથી વધુ દુકાનદારો એ આ મોરસ નો જથ્થો ગ્રાહકોને આપ્યો નથી અને બારોબાર આ જથ્થો તેઓએ હડપ કરી નાખ્યો છે 

ડીસાના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ રાજ્ય સરકારના અનાજના ગોડાઉન દ્વારા દર મહિને નિયમિત ડીસા શહેર અને તાલુકાના તમામ સસ્તા અનાજની દુકાનદારોને નિયમિત સરકાર દ્વારા આપવામાં આવતો અનાજનો જથ્થો આપવામાં આવે છે આ વખતે ઘઉં ચોખા સહિતનો અનાજનો જથ્થો આવી જતા ગોડાઉન મેનેજર દ્વારા તમામ દુકાનદારોને આ જથ્થો આપી દેવામાં આવ્યો હતો. પરંતુ મોરસ નો જથ્થો મોડો આવતા અનાજ ગોડાઉન દ્વારા 24 માર્ચ સુધી તમામ દુકાનદારોને બાકી રહેલ મોરસ નો જથ્થો પણ ફાળવી દેવામાં આવ્યો હતો પરંતુ ડીસા શહેર અને તાલુકાના 90% થી વધુ સસ્તા અનાજના દુકાનદારોએ આ મોરસનો જથ્થો ગરીબ લોકોને આપવાના બદલે બારોબાર દુકાનદારોએ જ આ જથ્થો હડપ કરી નાખ્યો છે જેથી મોટાભાગના લોકોને મોરસનો જથ્થો આ મહિને મળ્યો નથી જેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ મામલે મામલતદાર અને નાયબ કલેક્ટર દ્વારા એક ટીમ બનાવી સસ્તા અનાજની દુકાનો ઉપર ઓચિંતી તપાસ કરવામાં આવે તો સફેદ મોરસનો કાળો કારોબાર બહાર બહાર આવવાની શક્યતાઓ છે

બોક્સ

અમે તમામને મોરેસનો જથ્થો આપી દીધો છે ગોડાઉન મેનેજર

આ અંગે ડીસા અનાજ ગોડાઉનના મેનેજર એ જણાવ્યું હતું કે આ વખતે મોરસ નો જથ્થો મોડો આવ્યો હતો પરંતુ અમે 24 માર્ચ સુધીમાં તમામ દુકાનદારોને મોરસનો જથ્થો ફાળવી દીધો છે