સચોટ બાતમી હકીકત મેળવી ધાડ-ચોરીનો ગુનો કરવાની તૈયારી કરતી ટોળકીના આરોપી શક્તિ ઉર્ફે લાલો થરેશા (ઉ.વ. 21), ભોલો કેશભાઇ સરવૈયા-દેવીપૂજક (ઉ.વ. 23, રહે. સુરેન્દ્રનગર), જયંતી ધીરુભાઇ સરવૈયા (રહે. સુરેન્દ્રનગર), રાકેશ પેથાભાઇ સરવૈયા-રહે. સુરેન્દ્રનગર, મૃગવેલ ઉર્ફે કાળુ પ્રિયાસ્વામી આદિતદ્રાવીડ-રહે. રાજકોટ, રાહુલ પેથાભાઇ સરવૈયા-રહે. સુરેન્દ્રનગર, મુળ-વડોદરા જુના કેમ્પ સ્ટેશનમાંથી પકડી પાડી દેશી બનાવટી ચમંચો-1, કિંમત રુા. 5000, મોબાઇલ નં. 03, કિંમત રૂા.10,500 તથા છરી-2-કિંમત રૂા. 200 તથા 100 ગ્રામ લાલ મરચાની ભુકીની પડીકી રૂા.300 મળી કુલ મુદામાલ રૂા.16,600 સાથે પકડી પાડેલ છે આરોપી 1 તથા 2 પાસેથી ઘરફોડ ચોરી કરેલ સોના-ચાંદીના દાગીના તથા રોકડ રુપિયા મળુ કુલ મુદામાલ રૂા.2,39,745 તથા ચોરી કે છળકપટથી મેળવેલ બાઇક-1 કિંમત રૂા.50 હજારનો કોઇ આધાર પુરાવો નહીં રજુ કરી કુલ મુદામાલ રૂા.2,89,745ના મુદામાલ સાથે પકડી પાડી સુરેન્દ્રનગર સીટી એ-ડીવીઝનના ઘરફોડ ચોરીના ગુના ડીટેક્ટ થવા પામેલ છે તેમજ પકડાયેલ આરોપીઓ વિરુધ્ધમાં જેમાંથી આરોપીને 1 થી 5 પકડાઇ ગયા તથા આરોપી નં. 6 નાસી જઇ વિરુધ્ધ ગુનો આઇપીસી કલમ 399,402 તથા આર્મ્સ એકટ ક.25(1-બી)એ મુજબ ગુનો સુરેન્દ્રનગર સીટી એ-ડીવીઝન પોલીસમાં રજીસ્ટર કરાવેલ છે.