બનાસકાંઠા જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અન્વયે દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા દિયોદર વિધાનસભા વિસ્તારના ધારાસભ્યશ્રી વતી એમના પ્રતિનિધિ તરીકે દિયોદર તાલુકા ભાજપ પ્રમુખશ્રી વનરાજસિંહ વાઘેલા સાહેબને જૂની પેન્શન યોજનાની પડતર માંગણી સંદર્ભે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.સરકાર દ્વારા અગાઉ ૨૦૦૫ પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા અંગેની જાહેરાત કરેલી.પરંતુ હજુ સુધી એ અંગે કોઈ નિર્ણય ન લેવાતા તેમજ સી.પી.એફ કપાતમા પણ ૧૦ ટકા સામે ૧૪ ટકા અંગેનો નિર્ણય ન લેવાતાં કર્મચારીઓમાં નારાજગી વ્યાપેલ.જે અનુસંધાને જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અનુસાર આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું.આ નિમિત્તે તાલુકા સંઘના પ્રમુખ પી.કે.ઠાકોર, મહામંત્રી કરશનભાઈ પઢાર, જીલ્લા સંઘ ઉપપ્રમુખ જગમાલભાઇ ચૌહાણ,એવોર્ડી શિક્ષક અંબારામભાઇ જોષી, શિક્ષક સંઘ અગ્રણી અમરતભાઈ ભાટી,કર્મચારી મંડળીના ચેરમેન અમરતભાઈ જોષી, શિક્ષક મંડળી પૂર્વ ચેરમેન લલિતભાઈ પઢાર, તાલુકા મહિલા સંઘ પ્રમુખ મમતાબેન પટેલ,કરશનભાઈ વાઘેલા, નેમાભાઇ ઉમોટ,ભરતસિંહ, સંજયભાઈ, વિજયભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા..