કાલોલ તાલુકાના બાકરોલ ગામના દાદાના કુવા પાસે આવેલા મનહરસિંહ દલપતસિંહ ગોહીલ ના મકાઈના ખેતરમા ગત તા ૨૬/૦૩ એટલેકે મંગળવારે રાત્રે ૮ કલાક થી બુધવારે સવારે ૮ કલાકના સમયગાળામાં મનહરસિંહ ઉર્ફે ટીનો દલપતસિંહ ગોહીલ રે બ્રાહ્મણ ફળીયુ મુ.બાકરોલ દ્વારા પોતાના ખેતરમાં મકાઈના પાક ફરતે તારની વાડ કરીને ઇલેકટ્રીક કરંટ મુકયો હતો આ ઇલેક્ટ્રીક કરંટ ને કારણે કોઈ પણ માણસ નુ મોત નિપજી શકે છે તેમ જાણવા છતા પણ પોતાના મકાઈના ખેતર ફરતે તારની વાડ મા ઇલેક્ટ્રિક કરંટ મુકતા છેલ્લા એક મહિનાથી ખેતરની રખેવાળી કરનાર દિલીપસિંહ દલપતસિંહ ગોહીલ તારની વાડ ને અડકી જતા તેઓને ઇલેક્ટ્રિક કરંટ લાગતા મોત નિપજ્યુ હતુ. મૃતક નો શર્ટ પણ કરંટ ને કારણે બળી ગયો હતો તેમજ શરીરે કરંટ ના નિશાન જોવા મળેલ. કાલોલ પોલિસ ને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી જરુરી કાર્યવાહી કરી મૃતક ની લાશને પીએમ માટે કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી જે બાબતે કાલોલ પોલીસ મથકે દલપતસિહ પ્રભાતસિંહ ગોહિલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનાહિત માનવ વધ ની કલમ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી પીએસઆઈ સી બી બરંડા દ્વારા શરૂ કરાયેલ છે.