કાલોલના રામનાથ ગામના રાવળ ફળિયા ખાતે ગત રવિવારે થયેલ આગ હોનારત અને રાંધણગેસ સિલેન્ડર ફાટવાની દુર્ઘટનામાં મહત્વ પૂર્ણ અહેવાલો સામે આવ્યા છે. દુર્ઘટનાને લઈ આંશિક અને ગંભીર રીતે દાઝી ગયેલા પૈકી સધન સારવારો માટે વડોદરા ખસેડાયેલા 8 ઇજાગ્રસ્તો પૈકી એકનું દુર્ભાગ્ય પૂર્ણ મોત થયું છે. લાલભાઈ દામજીભાઈ પરમાર ઉ . વ. 45 નું આજે વહેલી સવારે વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. આગ હોનારતમાં ગંભીર રીતે દાઝી ગયેલ યુવકના મોતને લઈ નાનકડા ગામમાં માતમનો માહોલ સર્જાયો છે. કરુણાંતિકાની જાણ કાલોલ પોલીસને થતાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે