બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણી ને લઈ રાજકીય માહોલ ગરમાઇ ગયો છે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓએ મહિલા ઉમેદવારો મેદાને ઉતાર્યા છે જેના લીધે રસાકસી ખૂબ જ વધી ગઈ છે એક તરફ કોંગ્રેસના ઉમેદવાર ગામે ગામ પોતાનો પ્રચાર કરી રહ્યા છે તો બીજી તરફ ભાજપના મહિલા ઉમેદવાર પણ લોક સંપર્ક દ્વારા લોકોના ઘરે ઘરે જઈ તેમના આશીર્વાદ મેળવી ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે ત્યારે ગુરુવારે લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ ડીસામાં વિવિધ કાર્યકરોના ઘરે લોક સંપર્ક કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
બનાસકાંઠા લોકસભાની બેઠક ઉપર ભાજપના મહિલા ઉમેદવાર રેખાબેન હરેશભાઈ ચૌધરી નું નામ જાહેર થતાં જ તેમણે પ્રચારના શ્રી ગણેશ કરી નાખ્યા હતા અને તેઓ દરરોજ જિલ્લાના જુદા જુદા ગામોમાં બેઠકો કરવાની સાથે લોકોના ઘરે ઘરે જઈ તેમના આશીર્વાદ મેળવી જંગી બહુમતીથી તેમને વિજય બનાવવા માટે અપીલ કરી રહ્યા છે ત્યારે ગુરુવારે ભાજપના લોકસભાના મહિલા ઉમેદવાર રેખાબેન ચૌધરીએ ડીસાના ભાજપના આગેવાન અને સિંધી સમાજના આગેવાન દિલીપભાઈ ઠરીયાણીના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી જેથી દિલીપભાઈ ઠરીયાણી અને તેમના પરિવારજનો દ્વારા રેખાબેન ચૌધરીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં રેખાબેન ચૌધરીએ સ્વામી લીલાશાહ બાપુના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત તમામ લોકોએ રેખાબેન ને જંગી બહુમતીથી જીતાડવા નો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દિલીપભાઈ ઠરીયાણી ડીસા સિંધી સમાજના પ્રમુખ નરેશભાઈ ઠરીયાણી ભગવાનદાસબંધુ રમેશભાઈ ભાગચંદાણી કાંતાબેન પટેલ ચેતનાબેન ઠક્કર સહિત સિંધી સમાજના લોકો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા