સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, કઠલાલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવનીઊજવણીના અનુસંધાને કોલેજની રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત ‘હરઘરતિરંગા’ સપ્તાહનીઊજવણી કરવામાં આવી રહી છે. ઊજવણી સંદર્ભે કોલેજની IQAC અને અંગ્રેજી વિભાગ અંતર્ગત પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઝાદી માટેના સંઘર્ષ, રાષ્ટ્રીય ધ્વજની વિકાસ યાત્રા, માટી બચાવો, સ્ત્રી સશક્તિકરણ જેવા વિષય પર ૨૪ જેટલા વિદ્યાર્થીઓએ પોસ્ટર બનાવ્યા હતા. પ્રસ્તુત સ્પર્ધામાં અર્થશાસ્ત્રના અધ્યાપિકા વૈશાલીબેનમકવાણા અને વાણિજ્ય વિભાગના અધ્યાપિકા નુશરતબાનુએ નિર્ણાયકની કપરી ભૂમિકા ભજવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્ય ડૉ. અમિતકુમારપરમારના માર્ગદર્શન હેઠળ IQACના કૉઓર્ડીનેટર અને અંગ્રેજી વિભાગના અધ્યક્ષાડૉ.નેહાચૌહાણ દ્વારા કરાયું હતું. વિદ્યાર્થીઓ માં રાજપૂત ભૂમિકા ,પંચાલ માહી અને પરમાર અર્ચના સ્પર્ધામાં વિજેતા થયા હતા.