પોશીના તાલુકામાં આરોગ્ય વિભાગ ની કથળથી પરિસ્થિતિ લોકો ખાનગી હોસ્પિટલોમાં ડિગ્રી વગરના ડોક્ટરો પાસે જવા બન્યા મજબૂર હાલમાં પોશીના તાલુકાના ખંઢોરા અને પીપળીયા પેટા આરોગ્ય કેન્દ્ર પર ખંભાતી તાળા લાગેલા જોવા મળતા કિસ્સો ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે. ત્યારે એક તરફ લોકસભાની ચૂંટણી ની તડામાર તૈયારીઓ વહીવટી તંત્ર કરી રહ્યું છે. ત્યારે બીજી તરફ આરોગ્ય વિભાગના કર્મચારીઓ હોસ્પિટલ સુધી પહોંચતા જ નથી તેવા દશ્યો સામે આવ્યા છે ઉપર જીલ્લા બેઠેલા અધિકારીઓ પોતાની આંખો આડા કાન કરી રહ્યા. હોય તેવા દ્રશ્યો પોશીના તાલુકાની આરોગ્ય વિભાગમાં હાલમાં જોવાઈ રહ્યા છે. જ્યારે હાલમાં દર્દીઓ બેવડી ઋતુને લઈ સારવાર અર્થે આવતા હોય છે. પરંતુ પોશીના તાલુકાના ખંઢોરા અને પીપલીયા પેટા આરોગ્ય કેન્દ્ર પર અલીગઢ ના તાળા મારેલા જોવા મળતા ન છૂટકે આ કર્મચારીઓના પુન પ્રતાપે દર્દીઓ ઉઘાડ પગાર બોગસ ડોક્ટરો પાસે જવા મજબૂર બન્યા છે. પોશીના તાલુકામાં સાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઊભા કરાયા છે. ત્યારે 36 જેટલા પેટા આરોગ્ય કેન્દ્ર પણ કાર્યરત છે. પણ ત્યાં સારવાર આપવા માટે ભાગ્યે જ કોઈ જતું હોય તેવું સ્થાનિકો આરોપ કરી રહ્યા છે. શું જિલ્લામાં બેઠેલા અધિકારીઓ આ તપાસ કરશે કે પછી હોતી હૈ ચલતી હૈ.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं