સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના મોઢવાણા ગામ નજીક એક મોટરસાઇકલ ચાલકને એક કાર ચાલક ટક્કર મારીને મોઢવાણા ગામમાં થઈને સદાદ ગામ બાજુ ભાગી ગયો હતો. અને મોઢવાણા અને સદાદ ગામના માણસો ગાડીનો પીછો કરે છે, તેમ લખતર પોલીસમા ફોન આવતા લખતર પોલીસ સ્ટેશનના જયદીપસિંહ રાઠોડ, કમલેશભાઈ વાઘેલા અને મનોજભાઈ પુણેચા સહિતનો સ્ટાફ મોઢવાણા ગામ તરફ જઈ રહ્યાં હતા.તે દરમ્યાન મોઢવાણા ગામ નજીક પહોંચતા હકીકત મળેલ કે ટક્કર મારેલ કાર સદાદ ગામથી નાના અંકેવાળીયા ગામ તરફ જવાના જુના માર્ગ તરફ સીમમા નાશી ગયેલ છે અને ગામના માણસો પીછો કરે છે, તેમ જાણવા મળતા પાછુ વાળી મોઢવાણાથી આશરે અઢી કીમી દૂર સદાદ ગામ તરફ આવતા જમણી બાજુમાં એક જૂનો ગાડા માર્ગ તરફથી ખેતરના માર્ગે આશરે બે કીમી દૂર સફેદ કલરની કાર જોવા મળતા કારની તલાશી લેતા કારમા કોઈ વ્યક્તિ જોવા મળેલ નહીં.કારનો પાછળનો દરવાજો ખોલીને જોતા કારમાં અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઈંગ્લીસ દારૂનો જથ્થો જોવા મળેલ હતો.જે હુન્ડાઈ કંપનીની વેન્યુ કારના ચાલકએ ગેરકાયદેસર પાસ પરમીટ વગર પરપ્રાંતિય ઈંગ્લીસ દારૂની બોટલો કુલ નંગ-608, કિંમત રૂ.1,58,095 તથા હુન્ડાઈ કંપનીની વેન્યુ કાર કિંમત.રૂ. 5,00,000 મળી કુલ કિંમત રૂ. 6,58,095ના મુદામાલ જપ્ત કરી નાશી છૂટેલ તેમજ તપાસમા ખુલ્લે તે તમામની સામે લખતર પોલીસે ગુજરાત નશાબંધી સુધારા વટહુકમ વિવિધ કલમ મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ લખતર પોલીસ ચલાવી રહી છે.