લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ આદર્શ આચારસંહિતાના અમલ માટે ડીસા શહેર દક્ષિણ પોલીસ સતર્ક બની ગઈ છે અને 24 કલાકમાં જ બુટલેગરો સામે અલગ અલગ પ્રકારના 13 કેસો કરી તવાઈ વરસાવી હતી.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે બનાસકાંઠા જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા અને નાયબ પોલીસ અધિક્ષક સી.એલ સોલંકીની સૂચના મુજબ ડીસા શહેર પોલીસ પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકના પીઆઇ આર.એસ દેસાઈના માર્ગદર્શન મુજબ આજે અલગ અલગ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી શાંતિ અને સુલેહ રાખવા માટે લોકોને અપીલ કરી હતી. સાથે જ છેલ્લા 24 કલાકની અંદર શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા તત્વો સામે પણ તવાઈ વરસાવી હતી.
શહેર દક્ષિણ પોલીસે 24 કલાકમાં જ અલગ અલગ પ્રકારના 13 જેટલા કેસો કર્યા હતા. જેમાં દારૂના 3 કેસ, દારૂ પી ગાડી ચલાવનારના 2 કેસ, વારંવાર દારૂ વેચનાર સામે 2 કેસ, માથાભારે એક શખ્સને તડીપાર કર્યો, હથિયાર લઈને ફરનાર સામે 1 કેસ, તોફાન મચાવનાર સામે 5 કેસ અત્યાર સુધી 24 પરવાનેદાર પાસેથી હથિયાર જમા કર્યા છે. જ્યારે હજુ 43 લોકો પાસેથી હથિયાર જમા કરાવવાની કામગીરી ચાલુ છે જેથી અસામાજિક તત્વોમાં ફાફડાટ વ્યાપી ગયો છે.