બજાણા ગામે સંતાનોને લેવા આવેલા શખ્સે સાસરીપક્ષના લોકો સાથે બોલાચાલી કરી છરી વડે સસરા તેમજ સાળા પર હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરતા યુવતીના પિતા અને ભાઇને ઇજા પહોંચી હતી જ્યારે આ મામલે યુવતીએ પતિ, દિયર અને પતિના મિત્ર સહીત 3 શખ્સો સામે બજાણા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.બજાણા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ હાલ બજાણામાં રહેતા રૂબીનાબેન જુમાભાઇ ત્રાયાના લગ્ન મોરબીમાં રહેતા જુમાભાઇ અનવરભાઇ ત્રાય સાથે થયાં હતાં. પરંતુ પતિ પત્નિ વચ્ચે બોલચાલી થતાં રૂબીનાબેન સંતાનોને લઇને બજાણા પોતાના પિતાના ઘરે રહેવા આવી ગયા હતાં. અને તેમના પિતાએ રૂબીનાબેનના પતિને સંતાનોને લઇ જવા કહેતા રૂબીનાબેનના પતિ જુમાભાઇ અનવરભાઇ ત્રાયા, તોફિકભાઇ અનવરભાઇ ત્રાયા અને અલ્લારખાભાઇ કાસમભાઇ સુમરા બજાણા ધસી આવ્યા હતા અને ગાળાગાળી કરી રૂબીનાબેનના પિતા તેમજ ભાઇ મોહમદફૈઝન પર છરી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતીઆથી ઇજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર માટે પ્રથમ સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતાં જ્યાંથી મોહમદફૈઝનને વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવામાં આવ્યા હતા. આ બનાવ અંગે રૂબીનાબેને બજાણા પોલીસ મથકે તેમના પતિ જુમાભાઇ અનવરભાઇ ત્રાયા, દિયર તોફિકભાઇ અનવરભાઇ ત્રાયા અને અલ્લારખાભાઇ કાસમભાઇ સુમરા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસની કામગીરી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Madhya Pradesh Election 2023 Update: चुनावी जनसभा में Congress विधायक Sachin Pilot का बड़ा दावा
Madhya Pradesh Election 2023 Update: चुनावी जनसभा में Congress विधायक Sachin Pilot का बड़ा दावा
Lambvel || Khodiyar Nagar School || ચાલુ શાળાએ શીક્ષક અને શીક્ષીકાના ઈલુ-ઈલુના આક્ષેપ
Lambvel || Khodiyar Nagar School || ચાલુ શાળાએ શીક્ષક અને શીક્ષીકાના ઈલુ-ઈલુના આક્ષેપ
PM Modi की तारीफ कर Putin ने दागी परमाणु मिसाइल, देखिए कहां गिरी | Russia missile| Putin Priase Modi
PM Modi की तारीफ कर Putin ने दागी परमाणु मिसाइल, देखिए कहां गिरी | Russia missile| Putin Priase Modi
જૂનાગઢ કોંગ્રેસમાં આંતરિક ડખો
ખુદ કોંગ્રેસના જ નેતાનો ધારાસભ્ય સામે વિરોધ
માંગરોળના ધારાસભ્યને ટિકિટ ન આપવા માગ
બાબુ વાજાને...
અંબાજી ૧૦૮ ટીમની મહીલા કર્મચારીએ ગબ્બર પર્વતના ૩૫૦ પગથીયા ચડીને દર્દીનો જીવ બચાવ્યો...
અંબાજી ૧૦૮ ટીમની મહીલા કર્મચારીએ ગબ્બર પર્વતના ૩૫૦ પગથીયા ચડીને દર્દીનો જીવ બચાવ્યો...