ઠાસરા. ખેડા.

ખેડા જિલ્લાના ઠાસરામાં ઠાસરા વેપારી મંડળ કો ઓપરેટિવ બેંકનું મોટું કોભાંડ બહાર આવ્યું છે જેમાં ઠાસરા વેપારી બેંકના કૌભાંડમાં ચોકીદારો જ ચોર હોવાની બૂમો ઉઠી,બેંકમાં મુકેલ સોનું બદલાઈ ગયું હોવાના વેપારીઓના ગંભીર આક્ષેપો...

ઠાસરા વેપારી મંડળ કો.ઓ.બેંકમાં કરોડો રૂપિયાનું કૌભાડ સામે આવ્યા બાદ પણ બેંકના ડાયરેક્ટરો અને હોદ્દેદારો દ્વારા જવાબદારો સામે કાર્યવાહી કરવામાં ઢીલ દાખવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે.તાજેતરમાં જ ઠાસરામાં ટીચર્સ ક્રેડિટ સોસાયટીમાં મોટું કોભાંડ બહાર આવ્યા બાદ ઠાસરા માં ફરી એકવાર વેપારી બેંક નું કોભાંડ બહાર આવ્યું હતું.જેમાં વેપારીઓ દ્વારા બેંકના હોદ્દેદારો અને કર્મચારીઓ સામે આક્ષેપો કર્યા હતા.

ઠાસરા વેપારી બેંકમાં લોન લેવા માટે ગીરવે મૂકેલા સોનાના દાગીના બેંક દ્વારા જ બદલીને નકલી અથવા તો ઓછા વજનના કરી નાખ્યા હોવાના વેપારીઓએ આક્ષેપ સાથે કાર્યવાહીની માંગ કરી હતી.વેપારીઓના જણાવ્યા મુજબ છેલ્લા અનેક વર્ષો થી વેપારીઓ દ્વારા સોનું મૂકી લોન લેવામાં આવી હતી. જે લોન રીન્યુઅલ પણ સમય સમય ઉપર કરતી હતી તો અચાનક એજ સોનું નકલી કેવી રીતે થઈ ગયું તેવા વેધક સવાલો ઉઠી રહ્યા છે.

આ ઉપરાંત વેપારીઓએ આક્ષેપ કર્યા હતા કે અમારું સોનું જે હતું એનાથી વજન પણ ઓછું અને વધુ થઈ ગયું છે તો આ બાબતે બેંકના કર્મચારી કે બેંકના સત્તાધિશો શિવાય કોને ખબર પડી શકે ? ઠાસરા વેપારી મંડળ કો ઓપ્રેટિવ બેંક દ્વારા ઓરીજનલ સોનું બદલી નાખી ડુપ્લીકેટ સોનું બતાવવામાં આવ્યું હોવાની વેપારીઓ ના આક્ષેપ કર્યા હતા.અંદાજિત રૂપિયા 2 કરોડ થી વધુ નું સોનું બેંક દ્વારા બદલી નાખવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે કાર્યવાહીની માંગ કરી હતી.

આ બાબતે બેંકના સત્તાધીશો દ્વારા જવાબદારો સામે કાર્યવાહી કરવામાં ઇરાદાપૂર્વકની ઢીલ કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. હજી સુધી સોનાની ખરાઈ કરનાર ચિરાગ ચોકસી સામે પણ હજીસુધી છેતરપિંડી મામલે ફરિયાદ કરવામાં આવી નથી.બે કરોડથી વધુની છેતરપિંડી થઈ હોવાછતાં બેંક સત્તાધીશો પોતાના સગાઓને બચાવવા પોલીસ ફરિયાદ કરવાથી બચી રહ્યા હોવાનું જોવા મળે છે.ત્યારે આ મામલે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા બેંકના બેદરકાર સત્તાધીશો, ડિરેક્ટરો અને કર્મચારીઓ વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી કરીને બેંકની તમામ રકમ વસુલાત કરવામાં આવે તેવી માંગ વેપારીઓ કરી રહ્યા છે.

રિપોર્ટર અનવર સૈયદ ઠાસરા ખેડા.