બારડોલી : સુરત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ‘પોલિયો રવિવાર’ અંતર્ગત પ્રથમ દિવસે ૧,૫૨,૭૦૦ બાળકોને રસીકરણ કરાયું હતું. સ્વસ્થ અને પોલિયોમુકત જિલ્લો બનાવવાના અભિયાનમાં પ્રથમ દિવસે ૦ થી ૫ વર્ષની વયના તમામ બાળકોને આવરી લેવાના હેતુથી જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી તથા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હસમુખ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તમામ નવ તાલુકાઓમાં પોલીયો બુથ પર રસીકરણ કામગીરી કરવામાં આવી હતી.
આરોગ્ય વિભાગ દ્વારા રવિવારે સુરત જિલ્લાના કુલ ૧,૭૪,૯૮૪ બાળકોના લક્ષ્યાંક સાથે પ્રથમ દિવસે બુથ લેવલે ૧,૫૨,૭૦૦ બાળકોને પોલિયો પીવડાવી ૮૭.૩ ટકા કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં ૯ તાલુકાઓમા ૧,૫૭,૨૪૫ બાળકોની સામે ૧,૩૬,૭૭૭ બાળકોને અને ૩ નગરપાલિકાના વિસ્તારમાં ૧૭,૭૩૯ બાળકોની સામે ૧૫,૯૨૩નો લક્ષ્યાંક સિદ્ધ કરાયો હતો. જીલ્લામાં બાકી રહેતા બાળકોને મંગળ અને બુધવારે હાઉસ ટુ હાઉસ રસીકરણ દ્વારા કામગીરી પૂર્ણ કરવામાં આવશે.