લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. જેમાં ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં આચાર સંહિતાને લઇ સરકારી જાહેરાતો અને રાજકીય નેતાઓના ફોટાવાળા પોસ્ટરો ઉતારી દેવાયા છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં સાતમી મેના રોજ 26 બેઠકો માટે મતદાન યોજાવાનું હોય રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય અને મતદારો નિર્ભય રહીને તથા કોઈપણ પ્રકારે પ્રભાવિત થયા વિના પોતાના મતાધિકારનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા ઉભી થાય તે માટે રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 અંગેના કાર્યક્રમની જાહેરાત થતાની સાથે જ અમલમાં આવનાર આદર્શ આચારસંહિતાનું સમગ્ર રાજ્યમાં ચુસ્તપણે પાલન થાય તે માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.

જેમાં ડીસા નગરપાલિકા દ્વારા પણ ચૂંટણી તંત્રના આદેશથી તાત્કાલિક આચારસંહિતાની કામગીરી શરૂ કરાઈ છે. પાલિકા દ્વારા શહેરના જલારામ મંદિરથી બગીચા રોડ, બગીચાથી રેલવે સ્ટેશન રોડ, બગીચાથી ફુવારા થઈ લેખરાજ ચાર રસ્તા સુધીનો રોડ, દીપક હોટલથી બગીચા સુધીનો રોડ, ગાયત્રી મંદિરથી ફુવારા રોડ તેમજ નેશનલ હાઈવે પાટણ હાઈવે રોડ ઉપરાંત શહેરના મુખ્ય સર્કલો માર્કેટયાર્ડ, ગાયત્રી મંદિર, જલારામ મંદિર, એરપોર્ટ ચાર રસ્તા સહિતના સ્થળોએથી લાગેલા વિવિધ બેનરો પોસ્ટરો, હોર્ડિંગ હટાવી લેવા તાત્કાલિક ટીમો કામે લગાવી હતી.