સુરેન્દ્રનગર ફીરદોષ સોસાયટીમાં આવેલા ચાર માળીયામાં અગાઉના ઝઘડાના મનદુખ બાબતે દંપતિએ માતા અને પુત્ર પર હુમલાનો પ્રયાસ કર્યો હતો તેમજ જે રિક્ષા લઇને આવ્યા હતા તે રિક્ષા પર કુહાડી તેમજ લાકડાના ધોકાના આડેધડ ઘા ઝીંકી રિક્ષામાં પણ નુકસાન કર્યું છે. જાનથી મારી નાંખવાની ધમકી આપતા યુવાને એ-ડિવિઝન પોલીસ મથકે દંપતિ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે.સુરેન્દ્રનગર ફીરદોષ સોસાયટીમાં રહેતા ઇમરાનભાઇ ફીરોઝભાઇ મુલતાની તેમની માતા અને બાળકો સાથે રિક્ષામાં બેસી ફીરદોષ સોસાયટી ચાર માળીયામાં આવેલા તેમના મકાને ગયા હતા તે દરમિયાન ત્યાં ચાર માળીયામાં જ રહેતા આબીદભાઇ અને તેમના પત્ની ઇમરાનભાઇ અને તેમની માતાને બેફામ ગાળો દેવા લાગતા ઇમરાનભાઇએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા આબીદભાઇ અને તેમના પત્નીએ ઢીકાપાટુનો માર મારી કુહાડી અને લાકડાના ધોકા વડે હુમલાનાો પ્રયાસ કર્યો હતો આથી ઈમરાનભાઇ તેમના માતા અને બાળકો સાથે ત્યાંથી દુર જતાં રહ્યાં હતા ત્યારે આબીદભાઇ અને તેમના પત્નીએ કુહાડી અને લાકડાના ધોકા વડે રિક્ષા પર આડેધડ ઘા ઝીંકી રિક્ષાને પણ નુકસાન કર્યું હતું તેમજ ઇમરાનભાઈ તેમના પરિવાર અને રિક્ષા ચાલકને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ઇમરાનભાઇએ આબીદભાઇ તેમજ આબીદભાઇના પત્ની વિરૂધ્ધ સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आत्महत्या करण्याच्या तयारीत असलेल्या इसमासचे पोलीसांच्या सतर्कतेमुळे एकाचे वाचले प्राण
बीड (प्रतिनिधी) बीड येथील एका शासकीय कर्मचाऱ्याने व्हॉट्स ॲपला आज शेवटचा दिवस स्टेट्स ठेवून...
પોરબંદર ખાતે કેશ ક્રેડિટ કેમ્પ જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયો
પોરબંદર જિલ્લાના ૬૮ સ્વસહાય જૂથોને રૂ ૬૮ લાખની લોન સહાયનું વિતરણ કરાયું પોરબંદર. તા. ૩૦. દીનદયાલ...
Live TV Show Attack : इक्वाडोर के लाइव टीवी शो में घुस आए कई नक़ाबपोश बंदूकधारी, आगे क्या हुआ?
Live TV Show Attack : इक्वाडोर के लाइव टीवी शो में घुस आए कई नक़ाबपोश बंदूकधारी, आगे क्या हुआ?
મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુતની ઉપસ્થિતિમાં સંત સંમેલન યોજાયું..
મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુતની ઉપસ્થિતિમાં સંત સંમેલન યોજાયું..