પાવીજેતપુર તાલુકાના ભીંડોલ ગામે ઝાડ સાથે એમ્બ્યુલન્સ અથડાતા, ડ્રાઇવરનું સારવાર દરમિયાન મોત 

            પાવીજેતપુર તાલુકાના ભીંડોલ ગામે બોડેલી થી કંવાટ જઈ રહેલ એમ્બ્યુલન્સ જંગલી ભૂંડને બચાવવા જતા વૃક્ષ સાથે અથડાતા એમ્બ્યુલન્સના ડ્રાઇવરનું સારવાર દરમિયાન મોત થવા પામવાનું છે. 

           પ્રાપ્ત માહિતી મુજબ કંવાટ તાલુકાના વીજળી ગામના રહીશ દિનેશભાઈ વીરાભાઇ રાઠવા ૮ મે ના રોજ બોડેલી મુકામે દર્દીને પોતાની એમ્બ્યુલન્સમાં ઉતારીને કંવાટ મુકામે પરત આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં પાવીજેતપુર તાલુકાના ભીંડોલ ગામે જંગલી ભૂંડ આવી જતા તેને બચાવવા જતા સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા એમ્બ્યુલન્સ વૃક્ષ સાથે ભયંકર રીતે અથડાતા દિનેશભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તાત્કાલિક તેઓને બોડેલી ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા એસએસજીમાં ખસેડવામાં આવ્યા હતા, પેટમાં ભાગે લીવર અને બીજા પેટના અંગોને ગંભીર ઇજાયો થયેલ હોવાથી ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. જ્યાં તેઓનું ૧૫ મે ના રોજ સારવાર દરમિયાન કરુણ મોત થવા પામ્યું છે જે અંગે કરાલી પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.