ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને પગલે 65 Dy.SP (નાયબ પોલીસ અધિક્ષક)ની બદલી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠામાં પણ ડીસા, દિયોદર અને પાલનપુર સહિત ત્રણ પોલીસ અધિક્ષકોની બદલી કરાઇ છે

લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થવાની હવે ઘડીયો ગણાઈ રહી છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા એક પછી એક સરકારી વિભાગના અધિકારીઓની બદલીઓનો દોર ચાલી રહ્યો છે. જે અંતર્ગત ગુજરાતમાં કુલ 65 નાયબ પોલીસ અધિક્ષકોની બદલી કરવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ ડીસા, દિયોદર અને પાલનપુર સહિત કુલ ત્રણ નાયબ પોલીસ અધિક્ષકોની બદલી કરાવવામાં આવી છે.

ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડો. કુશલ ઓઝાની ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર વિભાગીય પોલીસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે સુરત જી યુ વી એન એલ, સિક્યુરિટી અને વિજિલન્સ વિભાગમાંથી સી.એલ સોલંકીની ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે.