હજુતો મોદી સાહેબે એક્સપ્રેસ રોડનું ઉદ્ઘાટનજ કર્યું અને મેઘરાજાએ એવીતે બેટિંગ કરી કે સાહેબે જે રોડ જનતાની સેવામાં ખુલ્લા મુક્યા તે માત્ર પાંચ દિવસમાં જ તૂટી ગયા હતા.
બુંદેલખંડ એક્સપ્રેસવે ખુલ્લો મુકાયાને 5 દિવસ પણ નથી થયા ત્યાં પહેલા જ વરસાદમાં જ આ એક્સપ્રેસવેની મજબૂતાઇની પોલ છતી થઈ ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 જુલાઇએ જાલૌનમાં એક્સપ્રેસવેનું ઉદઘાટન કર્યું હતું અને એક્સપ્રેસ વે તૂટી પણ ગયા.

બુધવારે રાત્રે ભારે વરસાદને પગલે જાલૌનમાં એક્સપ્રેસવેના 195 કિ.મી.ના પિલર નજીક જ એક સ્થળે રોડ તૂટી ગયો છે.
આપણા દેશમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર રોડના કામમાં થાય છે અને દેશમાં દરેક રાજ્યમાં રોડના કોન્ટ્રાકટરો બરાબરના કમાય છે.
વારંવાર રોડ તૂટવાની ઘટનાઓ અને થિંગડાં મારવામાં જ કરોડો ખર્ચાય છે અને જનતા પાસે પૈસા વસૂલ કરાય છે,નેશનલ હાઇવે ઉપર મસમોટા ટોલ વસુલવામાં આવે છે પણ રોડ તે મુજબના હોતા નથી પરંતુ માત્ર પાંચજ દિવસમાં એકસપ્રેસ વે તૂટી જવાની ઘટનાએ દેશની જનતાનું ધ્યાન ખેચ્યું છે.

અત્રે નોંધનીય છે કે ચિત્રકૂટથી ઇટાવા સુધીનો 296 કિલોમીટર લાંબો બુંદેલખંડ એક્સપ્રેસવે સાત જિલ્લાઓને જોડે છે.  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગત શનિવારે જાલૌનના કૈથરી ગામમાં 14850 કરોડના ખર્ચે બનેલો આ એક્સપ્રેસ વેને જનતાને સમર્પિત કર્યો હતો