કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ મથકે નોંધાયેલ વિજયભાઈ કાંતિભાઈ મકવાણા ની ફરીયાદ મુજબ તેઓના બહેન હિનાબેન અને બનેવી મહેશભાઈ તેમજ ભાણો બુધવારે વહેલી સવારે સામાજીક કાર્યક્ર્મ મા હાજરી આપવા સુરત થી બસ મા ખરસાલીયા આવવા નીકળ્યા હતા અને વેજલપુર બસ મથકે ઉતરી વહેલી સવારે પાંચ વાગ્યે સાળા ને ફોન કરતા ફરિયાદી તેઓને લેવા મોટરસાયકલ લઈને આવ્યા હતા અને હિનાબેન ને મોટરસાયકલ ઉપર બેસાડી ઘરે મુકવા નીકળ્યા હતા અને ભાણો તીર્થ તથા બનેવી મહેશકુમાર ચાલતા ચાલતા આવતા હતા તે સમયે સવા પાંચેક વાગ્યાના સુમારે એક મોટરસાયકલ ચાલક પુરઝડપે અને ગફલતભરી રીતે મોટરસાયકલ હંકારી રોડ ની સાઇડ મા ચાલતા મહેશભાઈ ને પાછળ થી ટકકર મારતા માથામાં અને બન્ને પગે ઈજાઓ પહોંચી હતી બહેન ને ઘરે મુકી આવ્યા બાદ ધારા હોટલ પાસે ટોળુ એકત્ર થયેલ અને બનેવી મહેશભાઈ નો અકસ્માત જોતા ૧૦૮ મારફતે ઈજાગ્રસ્ત મહેશભાઈ ડાહ્યાભાઈ મકવાણા ઉ વ ૪૦ ને ગોધરા સીવીલ હોસ્પિટલ મા લાવવામા આવ્યા હતા જ્યા ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. જે અંતર્ગત વેજલપુર પોલીસ મથકે અકસ્માત કરી પોતાની મોટરસાયકલ સ્થળ પર મુકી નાસી જનાર ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી મૃતક મહેશભાઈ સચીન સુરત ખાતે વિધુત બોર્ડ મા ફરજ બજાવતા હતા જેઓના અકસ્માતે મોત ને પગલે પરિવારમા ભારે શોક વ્યાપી.