તાલુકા આરોગ્ય કચેરી ખેડબ્રહ્મા ખાતે તાલુકા આરોગ્ય અધિકારી ડો કે.એમ.ડાભી ના માર્ગદર્શન હેઠળ આશા સંમેલન યોજાયું..
સૌ પ્રથમ આ કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરી ને ખુલ્લો મુકવામાં આવ્યો તમામ આશાબહેનો ને કરવાની કામગીરી તેમજ મળવાપાત્ર insentive વિશે વિગતવાર ઝીણવટ પૂર્વક સમજણ આપવામાં આવી તમામ પી.એચ.સી માંથી વર્ષ 2023/24 દરમિયાન સારી કામગીરી કરેલ આશાબહેનો ને ઈનામ આપવામાં આવ્યા
તેમજ નમો શ્રી , કિલકારી યોજના , મોબાઈલ એકેડમી અને ગંભીર જોખમી સગર્ભા ની સુવાવડ જિલ્લા કક્ષાની હોસ્પિટલ માં કરાવવા અંગે ની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી તેમજ દરેક આશાબહેનો/ ફેસીલીટર બહેનો ને ક્વીઝ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ઝડપથી જવાબ આપનાર બહેનો ને પણ યોગ્ય ઈનામ વિતરણ કરવામાં આવ્યું આ તમામ પ્રોગ્રામ નું સફળ સંચાલન ગોવિંદ પાટીલ તાલુકા આરોગ્ય નિરીક્ષક શ્રી દ્વારા કરવામાં આવ્યું જેમાં ઇન્ચાર્જ અર્બન આયુષ એમ.ઓ ડો.કશ્યપ.ચૌહાણ તેમજ ટી.એચ.વી રેખાબેન દ્વારા માહિતી આપવામાં આવેલ.