આજથી સમગ્ર ગુજરાત મા ઘો ૧૦ અને ધો ૧૨ ની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે કાલોલ શહેર મા ધો ૧૦ ના બે પરીક્ષા કેંદ્ર ફાળવવામાં આવ્યા છે. ધી એમજીએસ હાઇસ્કુલ ખાતે અને શ્રીમતી સી બી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે દસ દસ બ્લોક એમ કુલ મળી ૨૦ બ્લોક મા ૫૦૬ પરીક્ષાર્થીઓ ની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. આજ રોજ કાલોલ ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ધી એમજીએસ હાઇસ્કુલ ખાતે પરીક્ષાર્થીઓ ના સ્વાગત માટે આવ્યા હતા અને ગુલાબ નુ ફુલ અને સાકર આપી પરીક્ષાર્થીઓ નુ સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. ધારાસભ્ય સાથે કાલોલ તાલુકા પંચાયત ના કારોબારી અઘ્યક્ષ ઉપેન્દ્રસિંહ ચાવડા તેમજ શહેર ભાજપ પ્રમુખ ગૌરાંગ દરજી અને કેળવણી મંડળ ના મંત્રી તેમજ મહીલા મોરચા ના અગ્રણીઓ જોડાયા હતા સી બી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે કાલોલ કેળવણી પ્રચારક મંડળ ના પ્રમુખ પ્રકાશ ગાંધી અને માજી નગરપાલિકા પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય, માજી કોર્પોરેટર મહેંદ્ર બેલદાર, લઘુમતી મોરચા ના ઈકબાલ દીવાન,કાલોલ શહેર ભાજપ મહીલા મોરચા ના હોદેદારો, યુવા મોરચા ના હોદેદારો એ પરીક્ષાર્થીઓ નુ કુમકુમ તિલક કરી સાકર આપી સ્વાગત કર્યું હતુ. ધારાસભ્યએ મીડિયા સાથે વાતચીત મા જણાવ્યુ કે વિદ્યાર્થિઓ શાંત ચિંતે કોઈ પણ પ્રકારના ડર વગર કોઇ ગેરરીતી વગર પરીક્ષા આપે અને પોતાનુ તેમજ દેશનુ નામ રોશન કરે અને રાષ્ટ્રવાદી વિચારધારા સાથે રાષ્ટ્ર નિર્માણ મા યોગદાન આપે તેવી શુભેચ્છાઓ આપી હતી.બન્ને પરીક્ષા કેન્દ્રો પર કાલોલ પોલીસ દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.