કાલોલ મામલતદાર કચેરીમાં મુખ્યમંત્રી ને ઉદ્દેશી હિન્દુસ્તાન ખેડુત સેના દ્વારા આવેદન પત્ર આપ્યુ જેમા તેઓની વિવધ માંગણીઓ જેવી કે પાનમ વર્તુળ હેઠળ આવેલ કરાડ નહેરમાં નર્મદાનું પાણી આપવા, ખેતરમાં ભૂંડ અને રોઝનો ત્રાસ છે જેથી એક એકરમાં ફેન્સીંગ વાડ ની મંજૂરી આપવા અને સબસીડીમાં વધારો કરવા અને સબસીડી સમયસર મળે તે વ્યવસ્થા કરવા હિન્દુ ની જમીન હિન્દુ ખરીદી શકે તેઓ કાયદો લાવવા, ખેડૂતોને મળતી સબમર્સીબલ મોટર ની સબસીડી માં વધારો કરવા, ખેડૂતો માટે ટપક પદ્ધતિ સરળ બનાવી અને તેની સબસીડીમાં વધારો કરવા, ડુપ્લીકેટ બિયારણ અને દવાઓ ઉપર અંકુશ લાવવા, બિયારણ અને દવા ખરાબ નીકળે તો ખેડૂતોને પાકનું પૂરેપૂરું વળતર મળે તેવી વ્યવસ્થા કરવા, ટેકાના ભાવ મળી રહે તે માટે દસ ગામ વચ્ચે એક કેન્દ્ર ઊભું કરવા, ખેતી માટે આપવામાં આવતી વિજળી 8 કલાક ને બદલે 12 કલાક કરવા, એમજીવીસીએલ દ્વારા ફોલ્ટ થયા બાદ યોગ્ય સમયે રીપેરીંગ કરવા, ખેડૂતોને મીટર પદ્ધતિને બદલે ઉચ્ચક વીજળી બિલ આપવા જેવા કારણો થી આવેદન પત્ર આપ્યુ.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं