પાવીજેતપુર તાલુકાના બાર ગામે બાઈક ચાલક યુવાનનું રોડ ઉપર સ્લીપ ખાતા સારવાર દરમિયાન મોત
પાવીજેતપુર તાલુકાના બાર ગામે ૪ માર્ચના રોજ રાત્રે બાઈક ચાલક યુવાન ની બાઈક રોડ ઉપર સ્લીપ ખાઈ જતા યુવાનું ત્રણ દિવસ બાદ સારવાર દરમિયાન કરુણ મોત થવા પામ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના બાર ગામે મંદિર ફળિયામાં રહેતા શૈલેષભાઈ સુભાષભાઈ રાઠવા પોતાની બાઈક લઈને ૪ માર્ચના રોજ ગામમાં ફરવા માટે નીકળ્યા હતા. રાત્રિના ૯:૩૦ વાગ્યાના અરસામાં ઘરે પરત આવી રહ્યા હતા તે સમયે બાર ગામની પ્રાથમિક શાળાની સામે રોડ ઉપર પોતાની બાઈક સ્લીપ ખાઈ જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેઓને તાત્કાલિક ૧૦૮ માં બોડેલી લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા ખસેડવા પડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ૭ માર્ચના રોજ સાંજના ૭:૩૦ વાગે મૃત્યુ થયું હતું.
આમ, પાવીજેતપુર તાલુકાના બાર ગામના યુવાનનું બાઇક સ્લીપ ખાઈ જતા ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન કરુણ મોત થવા પામ્યું હતું. જે અંગે કદવાલ પોલીસ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી રહી છે.