રાજ્યમાં બોટાદ વિસ્તારમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 55 લોકો એ જીવ ગુમાવ્યા બાદ સરકારે રાજયભરમાં ચાલતા દેશી-વિલાયતી દારૂના પીઠા બંધ કરાવવાનો આદેશ આપતા પોલીસ બધા કામ પડતા મૂકીને ગુજરાતમાં ‘દારૂબંધી’ નો કડક અમલ કરાવવા કામે લાગી હતી અને દરેક જિલ્લા અને તાલુકામાં રેડ કરવામાં આવી હતી.
આ સામુહિક રેડ અભિયાનમાં મોટા પાયે દેશી દારૂ અને ચપલા વગરે કબ્જે લવાયા હતા.

જોકે,આ ધંધામાં મોટાભાગે મહિલાઓ અને ગરીબ લોકો દારૂ ઉતારી પોટલી બનાવી વેચી પેટિયું રળતા હોવાની વાત સામે આવી છે જ્યારે કેટલાક ઈંગ્લીશ દારૂ દમણ,રાજસ્થાન તરફથી લાવી વધુ કિંમતે બેવડાઓને વેંચતા હોવાનું સામે આવી રહ્યુ છે.
ગુજરાતમાં દારૂનો મોટો કારોબાર છે અને તેમાં 10 રૂપિયા 20 રૂપિયાની પોટલી થી લઈ 200 નું ચપલું કે 3000 સુધીની બાટલીઓ ખરીદવા વાળો વર્ગ પણ છે.

આ આખી સિસ્ટમ વર્ષોથી ચાલી આવી છે જે ક્યારેય બંધ થાય તેવું જણાતું નથી ક્યારેક જો વધુ દબાણ આવે તો અમુક સમય બંધ થાય ફરી ચાલુ થઈ જાય.

આ સિલસિલો વર્ષોથી ચાલ્યો આવે છે અને પીવાવાળા ગમેતેમ કરી દારૂ શોધી લે છે અને કેટલાક એકલા તો ક્યારેક ટોળકી બનાવી દારૂ પીવે છે અને તેમના મતે મોજ કરવાની ટેવ પડી છે તે મર્યા સુધી જતી નથી અપવાદ રૂપ કિસ્સામાં કોઈ કાયમ માટે છોડી દે પણ મોટાભાગના સુધરતા નથી.
આમ,લઠ્ઠાકાંડ સર્જાતા પોલીસે રાજયભરમાં કાર્યવાહી કરતા દારૂ વેચનારા અને પીનારાઓમાં ભારે દોડધામ મચવા સાથે ચિંતામાં મૂકાઈ ગયા હતા.