દાહોદ જિલ્લામાં તા.૦૭/૦૩/૨૦૨૪ થી ૦૮/૦૩/૨૦૨૪ ના રોજ રાહુલ ગાંધી,પૂર્વ અધ્યક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને લોકસભા સાંસદનાઓ "ભારત જોડો ન્યાય યાત્રા" કાર્યક્રમ અનુસંધાને પદયાત્રા/વાહનયાત્રા મારફતે પધારનાર હોય, ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) મહાનુભાવશ્રી Z+ SCALE OF SECURITY CATEGORY WITH CRPF COVER & ASL PROTECTEE સલામતી માટે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે આપેલ મુજબના મુદ્દા અનુરૂપે ટ્રાફીક ડાયવર્ઝન આપવા પોલીસ અધિક્ષકશ્રી દાહોદનાઓએ ટ્રાફીક નિયમન કરવા અંગે હુકમ જાહેર કર્યો છે.
દાહોદ જિલ્લાના વિવિધ તાલુકામાં તા.૦૭/૦૩/૨૦૨૪ થી તા.૦૮/૦૩/૨૦૨૪ ના રોજ (બે દિવસ) સુધી ટ્રાફીક નિયમન માટે નીચે મુજબની અમલવારી કરાવવા કલેકટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા હુકમ કરવામાં આવેલ છે.
દાહોદ શહેર:
ઝાલોદ રોડ તરફથી આવતા વાહનોને રામા હોટલ થી ગોદી રોડ તરફના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
દર્પણ રોડ તરફ થી બસ સ્ટેંડ તરફ આવતા વાહનોને પરેલ તરફના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
નવજીવન મીલ તરફથી ચાર થાંભલા તરફ આવતા વાહનોને પરેલ બાજુના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
બસ સ્ટેંડ બાજુથી ચાર થાંભલા તરફ આવતા વાહનોને ઠક્કરબાપા સ્કુલ ચાર રસ્તા તરફના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
ગોધરા રોડ તફરથી જનતા ચોક તરફ આવતા વાહનોને ગોધરા રોડ જકાત નાકા થી પરેલ તરફના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
યાદગાર સર્કલ થી ભગીની સર્કલ તરફ આવતા વાહનોને તાલુકા સર્કલ થઈ મંડાવાવ સર્કલ તરફ ના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
ઠક્કરબાપા સર્કલ થી યાદગાર ચોક તેમજ સરસ્વતી સર્કલ તરફ આવતા વાહનોને શીવાજી સર્કલ થઈ ગોદી રોડ તરફના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
રેલ્વે સ્ટેશન થી સ્વામી વિવેકાનંદ સર્કલ તરફ આવતા વાહનોને ઠક્કરબાપા સ્કુલ ચાર રસ્તા થઈ ચાકલીયા બ્રિજ તરફના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
રેલ્વે સ્ટેશન થી સ્વામી વિવેકાનંદ સર્કલ તરફ આવતા વાહનોને પ્રવેશ કરવો નહી. તે વાહનોને ચાકલીયા બ્રિજ તરફના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
ઝાલોદ શહેર:
ફતેપુરા તરફથી આવતા વાહનોને ઝાલોદ ફતેપુરા ચોકડીથી જુની આર.ટી.ઓ. થઈ બાયપાસ રોડ થઈ દાહોદ તરફના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
સંતરામપુર તરફથી બાંસવાડા તરફ જતા વાહનોને મુવાડાથી આઈ.ટી.આઈ બાયપાસ હાઇવે થઈ બાંસવાડા તરફના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
બાંસવાડા થી સંતરામપુર તરફ જવા વાળા વાહનોને બાંયપાસ હાઇવે રોડ થઈ આઈ.ટી.આઈ થી મુવાડા ત્રણ રસ્તા થી સંતરામપુર તરફના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
ગામડી રોડ તથાં ઠુઠી કંકાસિયા રોડ થી ઝાલોદ શહેર તરફ આવતા વાહનો એ બાયપાસ હાઇવે થઈ આઈ.ટી.આઈ. થી કાળીયા તળાવ ત્રણ રસ્તા તરફથી ઝાલોદ શહેર તરફના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
લીમડી બજાર :
દાહોદ થી લીમડી,ઝાલોદ આવતા-જતા વાહનો (લીમડી શહેરમાં ન પ્રવેશી) ખેડા બાયપાસ થી ઝાલોદ તરફના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
લીમખેડા થી લીમડી મેઇન બજાર તરફ આવતા વાહનો (લીમડી શહેરમા ન પ્રવેશે) લીમખેડા બ્રીજથી ઝાલોદ બાયપાસ રોડ થી ચાકલીયા તરફના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
ઝાલોદ તરફથી આવતા વાહનો (લીમડી શહેરમા ન પ્રવેશી ઝાલોદ બાયપાસ થી દાહોદ, લીમખેડા, ચાકલીયા ચોકડી થી ચાકલીયા તરફના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
ચાકલીયા તરફથી આવતા વાહનો (લીમડી શહેરમા ન પ્રવેશે)ઝાલોદ બાયપાસ થઇ ઝાલોદ, દાહોદ, લીમખેડા તરફના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
સંજેલી,કરંબા તરફથી આવતા વાહનો લીમડી શહેરમાં ન પ્રવેશી કરંબા બાયપાસ રોડ તરફના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
લીમખેડા શહેર :
ગોધરા તરફથી લીમડી, ઝાલોદ તથા બાસવાડા (રાજસ્થાન) તરફ જતા તમામ ભારે વાહનો તેમજ એસ.ટી.બસોને લીમખેડા બજારમાં નહીં પ્રવેશવા અને બારોબાર અમદાવાદ-ઇન્દોર હાઇવે રોડ ઉપર દાહોદ નજીક સતીતોરલ હોટલ થી લીમડી તરફના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
લીમડી,ઝાલોદ તથા બાસવાડા (રાજસ્થાન) તરફ થી ગોધરા તરફ જતા તમામ ભારે વાહનો તેમજ એસ.ટી.બસોને લીમડી બાયપાસ હાઇવે રોડ થી ડાયવર્ઝન આપી દાહોદ નજીક સતી તોરલ હોટલ થી અમદાવાદ-ઇન્દોર હાઇવે રોડ થી ગોધરા તરફના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
તમામ એસ.ટી. બસોને લીમખેડા બજારમાં નહીં પ્રવેશવા અને લીમખેડાના પેસેન્જરોને ચડવા ઉતરવા માટે લીમખેડા શહેરમાં ગોધરા તરફથી લીમડી,ઝાલોદ તથા બાસવાડા (રાજસ્થાન) તરફ જતા તમામ ભારે વાહનો તેમજ એસ.ટી.બસોને લીમખેડા બજારમાં નહીં પ્રવેશવા અને બારોબાર અમદાવાદ-ઇન્દોર હાઇવે રોડ ઉપર દાહોદ નજીક સતીતોરલ હોટલ થી લીમડી તરફના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
લીમડી,ઝાલોદ તથા બાસવાડા (રાજસ્થાન) તરફ થી ગોધરા તરફ જતા તમામ ભારે વાહનો તેમજ એસ.ટી.બસોને લીમડી બાયપાસ હાઇવે રોડ થી ડાયવર્ઝન આપી દાહોદ નજીક સતી તોરલ હોટલ થી અમદાવાદ-ઇન્દોર હાઇવે રોડ થી ગોધરા તરફના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
તમામ એસ.ટી. બસોને લીમખેડા બજારમાં નહીં પ્રવેશવા અને લીમખેડાના પેસેન્જરોને ચડવા ઉતરવા માટે લીમખેડા પાલ્લી ગામે ધાનપુર બાયપાસ હાઇવે ચોકડી ખાતે સ્ટોપેજ આપવાનો રહેશે.
પીપલોદ બજાર :
વણઝારા હોટલ પાસે ગોધરાથી આવતા વાહનોને દાહોદ રોડ તરફના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
પીપલોદ સરકારી દવાખાના પાસે બારીયા તરફથી આવતા વાહનો દાહોદ હાઇવે તરફના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
પંચેલા ક્રોસીંગ પર દાહોદ તરફ થી આવતા વાહનો દાહોદ ગોધરા હાઇવે તરફના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
નોંધ :
આપાતકાલીન સેવાઓ સાથે સંકળાયેલ વાહનો તથા તેમજ રોડ ઉપર અવર-જવર કરતા ઈમરજન્સી વાહનો સામાન્ય સંજોગોમાં એમ્બ્યુલન્સ ગર્ભવતી સ્ત્રીઓને અને ગંભીર બિમાર વ્યક્તિઓને લઈ જતા વાહનોને લાગુ પડશે નહીં. સરકારી સેવામાં હોય તેવા અધિકારીઓના વાહનો તેમજ સરકારી સેવામાં હોય તેવા વ્યક્તિઓના વાહનોને આ લાગુ પડશે નહીં.
દંડ : આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શખ્સ ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે દાહોદ જિલ્લામાં ફરજ બજવતાં પોલીસ કોન્સટેબલ થી નીચે ના હોય તે પોલીસ અધિકારી/કર્મચારીઓને પોલીસ ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે.
ટ્રાફીક નિયમન અને કાયદો વ્યવસ્થાની જાળવણી માટે પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે એમ કલેકટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામામાં જણાવાયું છે.