ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આપેલ સુચનાઓ અને માર્ગદર્શન મુજબ ચોરી અને મિલકત સંબધી ગુનાઓ અટકાવવા કાલોલ પોલીસ સ્ટેશન ના પીએસઆઈ તેમજ સ્ટાફ દ્વારા કાલોલ પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૭૦૩૬૨૪૦૦૭૦/૨૦૨૪ ઈ.પી.કો. કલમ-૪૫૪,૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો ગઈ કાલ તા-૦૨/૦૨/૨૦૨૪ ના રોજ નોંધાયેલ હોય જે ગુન્હાની તપાસમાં હતા તે દરમ્યાન આ કામના ફરીયાદીને ચોરીમાં ગયેલ મુદ્દામાલ બાબતે તેમના ઘર નીચે રહેતા ઈસમ ઉપર શક વ્હેમ હોય જેથી કાલોલ પોલીસ સ્ટેશન પો.સબ ઈન્સ. સી.બી.બરંડા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો તથા વુ.પો.કો. તેમજ પંચોને સાથે રાખી સદરી ઈસમના ઘરે જતાં ઘરે એક ઈસમ તથા એક બેન હાજર મળી આવેલ જેનું નામઠામ પુંછતાં (૧) ચંદુભાઈ સામંતભાઈ રાઠોડ તથા (૨) સુમિત્રાબેન ઉર્ફે સુમી W/O ચંદુભાઈ સામંતભાઈ રાઠોડ બંને રહે. ડેરોલ સ્ટેશન તા-કાલોલ નાનો હોવાનું જણાવેલ અને તેના ઘરની ઝડતી તપાસ કરતાં ઘરફોડ ચોરીમાં ગયેલ (૧) ચાંદીના જાડા છડા જોડ-૦૩ (૨) ચાંદીનો કમર જુડો નંગ-૦૧ (૩) સોનાની બુટ્ટી જોડ-૦૧ (૪) સોનાની નાકની નથણી નંગ-૦૧ મળી આવેલ જે મુદ્દામાલ રીકવર કરી બાકીના મુદ્દામાલ બાબતે પુછપરછ કરતાં બે જોડ છડા અને એક જોડ ઝાંઝર સહ આરોપી-અમૃતભાઈ ઉર્ફે પીક્યો મંગાજી ચુડીયાલા રહે.ખાડી ફળીયું મારવાડી વાસ રેલ્વે RPF બેરેકની જોડે ગોધરા તા-ગોધરા નાઓને વેચેલ હોવાનું જણાવતાં સદરી ઇસમના ઘરે તપાસમાં જતા અમૃતભાઈ ઉર્ફે પીક્યો મંગાજી ચુડીયાલા હાજર મળી આવેલ તેઓને ચોરીમાં વેચાણ લીધેલ મુદ્દામાલ બાબતે પુછતાં તેઓએ સદર દાગીના સહ આરોપી-મોહસીન ફારૂક ભોયું રહે.ઈદગાહ મહોલ્લા ગોન્દ્રા ગોધરા તા-ગોધરા નાઓને વેચાણ આપેલ હોવાનું જણાવેલ જેથી મોહસીન ફારૂક ભોયું નાઓના ઘરે તપાસમાં જતાં ઘરે હાજર મળી આવેલ હોય તેઓને ચોરીના લીધેલ દાગીના બાબતે પુછપરછ કરતાં તેણે તેના ઘરમાંથી (૧) ચાંદીના પાતળા છડા જોડ-૦૨ (૨) ચાંદીની ઝાંઝર જોડ-૦૧ મુદ્દામાલ રજુ કરતાં ગુન્હાના કામે કબજે લીધેલ છે આમ, કાલોલ પો.સ્ટે. ના ઘરફોડ ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓ તથા એક આરોપીબેન ને ગણતરીના કલાકોમાં પકડી પાડી ૧૦૦% મુદ્દામાલ રીકવર કરી અનડીટેક્ટ ઘરફોડ ચોરીનો ગુન્હો ડીટેકટ કરી પકડાયેલ આરોપીઓ વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીના નામ :-
(૧) ચંદુભાઈ સામંતભાઈ રાઠોડ રહે. ડેરોલ સ્ટેશન તા-કાલોલ
(૨)સુમિત્રાબેન ઉર્ફે સુમી w/o ચંદુભાઈ સામંતભાઈ રાઠોડ રહે. ડેરોલ સ્ટેશન તા-કાલોલ
(3) અમૃતભાઈ ઉર્ફે પીક્યો મંગાજી ચુડીયાલા રહે.ખાડી ફળીયું મારવાડી વાસ રેલ્વે RPF બેરેકની જોડે ગોધરા તા-ગોધરા
(૪) મોહસીન ફારૂક ભોચું રહે.ઈદગાહ મહોલ્લા ગોન્દ્રા ગોધરા તા-ગોધરા
કબજે કરેલ મુદામાલ :-
(૧) ચાંદીના જાડા છડા જોડ-૦૩ જેનું આશરે વજન ૧૬૪ ગ્રામ જેની અંદાજે કિં.રૂ.૨૦,૦૦૦/-
(૨) ચાંદીનો કમર જુડો નંગ-૦૧ જેનું આશરે વજન ૨૮ ગ્રામ જેની અંદાજે કિ.રૂ.૧,૫૦૦/-
(૩) સોનાની બુટ્ટી જોડ-૦૧ જેનું આશરે વજન ૧.૮૯ ગ્રામ જેની અંદાજે કિ.રૂ.૭૦૦૦/-
(૪) સોનાની નાકની નથણી નંગ-૦૧ જેનું આશરે વજન ૨૯ મી.લી. ગ્રામ જેની અંદાજે કિ.રૂ.૧,૫૦૦/-
(૫) યાંદીના પાતળા છડા જોડ-૦૨ જેની અંદાજે કિ.રૂ.૫,૦૦૦/- (૬) ચાંદીની ઝાંઝર જોડ-૦૧ જેની અંદાજે કિ.રૂ.૧૨,૦૦૦/- કુલ કિ.રૂ.૪૭,૦૦૦/- નો મુદ્દામાલ