દસાડા તાલુકાના રાજપર ગામની ખેતીની જમીનમાં લોન લેવાના કાગળો કરતા સમયે જમીન વેચી દીધાની જાણ થતાં કાગળો કઢાવતા કાકાના દીકરાએ જ ગામના શખશ સાથે મળી વડગામના શખશને જમીન વેચી દીધાનું કૌભાંડ ખુલતા બંને શખશો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી દસાડા પોલીસે તપાસ શરૂ કરી છે.આ અંગેની પ્રાપ્ત અનુસાર દસાડા તાલુકાના રાજપર ગામના મુકુંદભાઈ વિશાલભાઈ ધાડવીની ખેતીની વડીલો પાર્જિત જમીન આવેલી છે. આ જમીન ઉપર તેઓને બેન્ક લોન લેવાની હોવાથી લોનના કાગળો કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. પરંતુ તેઓની જમીન ઉપર બેન્ક લોન નહીં મળે વેચાઈ ગઇ છે, એવુ જાણવા મળતા તેઓને મામલતદાર ઓફિસ જઈ દસ્તાવેજની નકલ કઢાવી હતી. જે દસ્તાવેજમાં વેચાણ કરનારમાં રાજપર ગામના પોતાના કાકાનો દીકરો જગદીશ મનજીભાઈ ધાડવીનો ફોટો હતો. અને સાક્ષીમાં પોતાના ગામના જ કાન્તીભાઇ ગંગારામભાઈ હોવાનું જણાયું હતુ. આ જમીન વડગામ બનાસકાંઠાના બસન યાકુબભાઇને વેચાણ કરી દીધાનો ખુલાસો થયો હતો. આમ પોતાની માલીકીની જમીન બારોબાર બીજાનો ફોટો લગાવી વેચાણ કરી દેતા યુવકે બજાણા પોલીસ સ્ટેશનમાં બંને શખશો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે