લીલીયા તાલુકાના વાઘણીયા પ્રા.શાળામાં ઉત્સાહભેર વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ.ધો.૮ના વિદ્યાર્થી કિશન જોગરાણા એ સિંહ વિશે વિસ્તૃત જાણકારી આપી. અમરેલી જીલ્લાના લીલીયા તાલુકાના વાઘણિયા પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસને અનુલક્ષી આચાર્ય શ્રી મનસુખભાઈ મેવાડાના માર્ગદર્શન મુજબ શાળાના ૧૧૫ વિદ્યાર્થીઓએ અને શાળા પરિવારે સિંહના મહોરા પહેરીને બેન્ડના તાલે બેનર રાખીને સૂત્રોચ્ચાર કરીને ગામમાં રેલી કરી હતી.સાથે સાથે સિંહ સંવર્ધન અને સંરક્ષણ ની માહિતી આપી, પ્રતિજ્ઞાનું વાંચન કરી,શિક્ષકો સર્વશ્રી મંજુલાબેન નારીયા,મનીષાબેન ચત્રોલા,વિપુલભાઈ કોટડીયા,પૂર્વીબેન ધામત સહિત સિંહ પ્રેમીઓએ રેલી સહિત આ ભવ્ય ઉજવણી મા જોડાઈને કાર્યક્રમને સફળ બનાવેલ. અતુલ શુક્લ. સાથે વિપુલ મકવાણા