દાંતા તાલુકામાં હડાદ વિસ્તાર તમાકુ નિયંત્રણ સ્ક્વોર્ડનું સરપ્રાઈઝ ચેકિંગ.બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગની ટિમ દ્રારા દાંતા તાલુકાના હડાદ મુકામે જ્યાં ગેરકાયદે તમાકુ અને તેની બનાવટનું વેચાણ કરતા દુકાનો, લારીગલ્લા તથા પાન પાર્લર તમેજ જથ્થા બંધ દુકાનના વેપારીઓની તપાસ કરી વેપારીઓ સામે દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચોક્કસથી જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.સંજય સોલંકી ,જિલ્લા અપેડેમીક મેડીકલ ઓફીસર ડૉ. જે.એચ. હરિયાણીની સુચનાથી દાંતા તાલુકાના આરોગ્ય અધિકારી ડૉ. કિરણ ગમાર જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ સંયુક્ત ઉપક્રમે હડાદ ખાતે ગામના નાના-મોટા વેપારીઓ પાન ગલ્લા તમાકુ વેચતા ધારકોની જગ્યાએ આકસ્મિક ચેકિંગ હાથ ધરીને 32 જેટલા દુકાન ધારકો પાસેથી રૂપિયા 3150નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. વેપારીઓ દ્વારા તમાકુથી કેન્સર થાય છે અને 18 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિને તમાકુનું વેચાણ તેમજ ખરીદીએ દંડનીય ગુનો બને છે એવું લખાણ સાથે નિર્દેશ આરોગ્ય વિશે ચેતવણી વાળા સ્ટીકરો દુકાનોમાં લગાવવામાં આવ્યા હતા. જેમાં જિલ્લા પંચાયતના તમાકુ નિયંત્રણ સેલ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી