ગુજરાતના બનાસકાંઠાની પાલનપુર વિદ્યામંદિર શાળામાં ધોરણ 7 માં અભ્યાસ કરતા યશ નામના વિદ્યાર્થીના મમ્મી પપ્પાએ ઘરે મોબાઇલમાં ગેમ રમવાની ના પાડતા ટેકનિકલ એક્સપર્ટ પાસે પહોંચ્યો અને તેની વાત સાંભળ્યા બાદ ટેકનીકલ એક્સપર્ટ હિતેન ભાઈએ બાળકને મોબાઇલમાં ગેમ રમવાને લઈ જાતે ગેમ બનાવવા માટે પ્રોત્સાહિત કર્યો.જે ગેમમાં ભણવાનું પણ આવી જાય,જેથી યશે માત્ર એક મહિનાની મહેનતમાં માર્યો જેવી ગેમ બનાવી છે.ગેમમાં ગણિત અને વિજ્ઞાનના સવાલ પૂછવામાં આવે જો સાચા જવાબ આપીએ તો આગળ વધીએ,આમ વિદ્યાર્થી યશે એવી ગેમ બનાવી જેમાં બાળકો રમતની સાથે સાથે ગણિત,વિજ્ઞાનના વિષયને પણ ભણી શકે.યશે જણાવ્યું હતું કે,ઘરે મમ્મી-પપ્પા ગેમ રમવા દેતા નથી.આ બાબતે મેં અમારા સાયન્સ ક્લબના સર સાથે ચર્ચા કરી.સરે મને કહ્યું કે તૂ એક એવી ગેમ બનાવ જેમાં રમવાની સાથે- સાથે ભણવાનું પણ થઈ જાય.જેથી મને આઇડિયા આવ્યો કે ગેમની સાથે ખજાનો મેળવવા જઈએ તો તેમાં સાયન્સ ના પ્રશ્નો ગણિતના પ્રશ્નો આવે જેથી એવી ગેમ બનાવી એ તો મમ્મી પપ્પા પણ ગેમ રમવાની ના ન પાડે.યશે જણાવ્યું હતું કે જયારે આપણે ગેમમાં ખજાનો લેવા જઈએ ત્યારે પ્રશ્ન પુછવામાં આવે છે,જો જવાબ આપીએ તો ચાવી મળે અને આગળ વધીએ.વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મત મળશે.વિદ્યામંદિરમાં ટેક્નિકલ એક્સપર્ટ તરીકે કામ કરતા હિતેનભાઈ એ જણાવ્યું હતું કે મારી પાસે ધોરણ 7 માં ભણતો એક પ્રોબ્લેમ લઈને આવ્યો હતો.સર ગેમ રમવાથી ક્રિએટીવીટી તો વધે છે પરંતુ મમ્મી પપ્પા ગેમ રમવા નથી દેતા આના માટે શું કરી શકાય.બાદમાં તેણે એક મહિનાની મહેનતમાં સરસ ગેમ બનાવી છે જેમાં તમામ વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મત પણ મળે છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं