ડીસાના ભોયણ ગામની સીમમાં 5 વર્ષ અગાઉ પત્નીની હત્યા કરનાર પતિને ચોથી એડીશનલ સેશન્સ કોર્ટે આજીવન કેદનો હુકમ કર્યો છે. અન્ય અન્ય યુવતીના પ્રેમમાં પડેલા પતિએ નિર્દોષ પત્નીની હત્યા કરતાં કોર્ટે આજીવન કેદની સજા કરી છે.

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

ડીસા તાલુકાના વિરૂણા ગામે રહેતાં ભરત જગમાલભાઇ પરમારના લગ્ન આરતીબેન સાથે થયા હતા. લગ્નના ત્રણ વર્ષ બાદ આરતીબેન પસંદ ન હોઇ સાણંદ ખાતે રહેતી મનિષા નામની અન્ય યુવતી સાથે પ્રેમ થયો હતો. તેને પામવા માટે પત્નીની હત્યાનું કાવતરૂ ઘડ્યું હતું. જે મુજબ તા. 13 સપ્ટેમ્બર 2019 ના રોજ મળવા માટે પત્ની આરતીબેનને ડીસા બોલાવી હતી અને તેને ભોયણ ગામની સીમમાં લઇ ગયો હતો. ત્યારબાદ ભરતે તેની પત્નીને ડ્રેસના દુપટ્ટા વડે ગળે ટૂંપો આપી હત્યા કરી ત્યાંથી નાસી ગયો હતો.

જે બાબતની જાણ થતાં મૃતક આરતીબેનના પિતાએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ તપાસ અધિકારી દ્વારા તપાસ કરી યોગ્ય પૂરાવા એકઠા કરી હત્યારા પતિ ભરત જગમાલભાઇ પરમાર સામે 302, 201 મુજબ ગુનો નોંધી ચાર્જશીટ કોર્ટ સમક્ષ દાખલ કરી હતી. જે કેસ ડીસાની ચોથી એડીશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ વિપુલ કંસારાએ માનવવધના કેસમા સંયોગિક પૂરાવાના આધારે વધુમાં વધુ સજા થાય તેવી ભારપૂર્વક દલીલ કરી હતી. પુરાવાઓને ધ્યાને લેતા ચોથી એડી. સેશન્સ કોર્ટે આરોપી ભરત જગમાલભાઇ પરમારને આજીવન કેદની સખત સજા અને રૂ. 10,000 નો દંડ ભરવાનો હુકમ કર્યોં હતો.

નામદાર કોર્ટ હાલમાં માનવવધના ગુના બનતાં હોઇ સમાજમાં ઉદાહરણ પુરૂ પાડવા અને ભવિષ્યમાં ગુનાઓનું પુનરાવર્તન ન થાય અને ગુનાહીત પ્રકૃતિ ધરાવતા ઇસમોને કાયદાનો ડર બેસે તેવો ચૂકાદો આપતાં કોર્ટમાં સન્નાટો ફેલાયો હતો.