કોંગ્રેસના ખાતામાંથી ચોરાઈ ગયાં 65 કરોડ

કોંગ્રેસ નેતા અજય માકને એવો આક્ષેપ કર્યો છે કે ઈન્કમ ટેક્સ વિભાગે તેના બેન્ક ખાતાઓમાંથી 65 કરોડની રકમ ઉપાડી લીધી છે. ઈન્કમ ટેક્સ વિભાગે 210 કરોડનો અસધારણ ટેક્સ માગ્યો છે. જોકે હાલમાં ઈન્કમ ટેક્સ ટ્રિબ્યુનલ દ્વારા આ કેસ સાંભળવામાં આવી રહ્યો છે. અજય માકને કહ્યું કે રાષ્ટ્રીય રાજકીય પાર્ટીઓને ઈન્કમ ટેક્સ ચૂકવવામાંથી છૂટ છે જોકે તેમણે ટેક્સ રિટર્ન ફાઈલ કરવું જરુરી છે.