આ વખતે કદાચ હોઈ શકે વન્યજીવ પધાર્યા આપણે આંગણે. હા, પાછલા કેટલાક સમયથી પરેલ વિસ્તારમાં જે દીપડાના ફરવાની અને અવરજવરની વાતો ચર્ચાના ચકડોળે છે.

 તેમાં આજરોજ એક નાની સાઈઝના દીપડાના પગમાર્ક આપણી પરેલની પ્લાન્ટેશન સાઈટના ગેટ નંબર ચાર ખાતે જોવામાં આવ્યા. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )

 આથી સાવચેતીના ભાગરૂપે અને અગમ ચેતી રૂપે વન વિભાગ દ્વારા અને સાથે જ આપણી રેસ્ક્યુ ટિમના સંગાથે તેને ઝડપવા માટે અને યથાયોગ્ય સ્થાને મોકલવા માટે આજરોજ પાંજરું આપણા ગેટ નંબર ચાર ખાતે ગોઠવવામાં આવ્યું છે..

 આશા છે આપણે દીપડાને હેમખેમ પાંજરે પૂરી શકીશું અને તે પણ આગામી સમયમાં કોઈને હાની ના પહોંચાડે તેવી આશા અને પ્રાર્થના કરીએ..

લેખ--

ધર્મેન્દ્રભાઈ ખત્રી

પ્રકૃતિ મિત્ર મંડળ દાહોદ