વિદેશી દારૂ ભરેલી scorpio ગાડી સાથે એક ઈસમ ને બનાસકાંઠા એલ.સી.બી પોલીસ સ્ટાફ એ દબોચી લીધો...

બનાસકાંઠા LCB પોલીસ સ્ટાફ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા, તે દરમિયાન થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના રામપુરા ગામની સીમમાં આજરોજ રામપુરા ચાર રસ્તાથી થોડે દૂરથી એક સ્કોરપિયો ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો/કાગળના પાઉચ તથા બિયર ટીન/બોટલો મળી કુલ બોટલો/ટીન/કાગળના પાઉચ નંગ- ૩૯૮૪ ની કુલ કિંમત રૂપિયા ૪,૨૩,૯૬૦/- તથા મોબાઈલ નંગ- ૧ ની કિંમત રૂપિયા ૫,૦૦૦/- તથા સ્કોરપિયો ગાડીની કિંમત રૂપિયા ૫,૦૦,૦૦૦/- એમ મળી કુલ કિંમત રૂપિયા ૯,૨૮,૬૯૦/- ના મુદ્દામાલ સાથે આરોપી દિલીપકુમાર હરીરામભાઈ નાઈ રહે- ઢીમા, તાલુકો- વાવ જિ- બનાસકાંઠાવાળાને પકડી પાડેલ તેમજ આરોપી ગોપાલ ઉર્ફે ગોપીયો પુનમારામ બિશ્નોઈ રહે- સરવાણા, તાલુકો- સાંચોર, જિલ્લો- જાલોર(રાજસ્થાન) તથા આરોપી વિકસા રાજપુત નાઓએ દારૂનો જથ્થો ભરાવી તથા આરોપી નરેશ ચૌધરી રહે- ચલાદર, તા- ભાભર, જિલ્લો- બનાસકાંઠાવાળા દારૂનો જથ્થો મંગાવી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ હોઈ ચારેય ઈસમો વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.